Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

કાલે જેતપુર મોટી હવેલીમાં વૃજભુષણ લાલજી મહારાજશ્રીનો ૯૯મો પ્રાગટય દિવસ ઉજવાશે

નવાગઢ, તા. ૧રઃ જેતપુર મોટી હવેલીમાં અખંડ ભૃમંડળાચાર્ય વલ્લભાચાર્ય વંશાવવંશ શ્રી વલ્લભકુળભૃષણ આચાર્યવર્ય નિ.લી. ૧૦૮ શ્રી વૃજભૃષણ લાલજી મહારાજશ્રી (શ્રી દાદાજી)નો ૯૯માં પ્રાગટય મહોત્સવ તા. ૧૩ ને શનિવારના રોજ અત્રેની મોટી હવેલી ખાતે ભાટીઉજવણી આ કાજે વૈષ્ણજનોમાં હરખની હેલી છે.

મોટી હવેલીના વૈષ્ણાવાચાર્ય પ.પૂ.૧૦૮થી બાલકૃષ્ણ લાલજી મહારાજ એવેમ્ યુવા વૈષ્ધણાચાવાર્ય પ.પૂ.૧૦૮ પ્રીયકરાયજી મદોયની આજ્ઞાથી મુખ્ય મનોરથી શ્રી પ્રાગજીભાઇ વાછાણી (જેતપુર)ની પરમ સેવા ભાવનાથી મોટી હવેલી ઉત્સવ સમિતિના પ્રમુખ રાજુભાઇ પટેલ તથા તેની ટીમ દ્વારા આ પ્રાગટય મહોત્સવ ઉજવણીની તડામાર તૈયારથી આરંભાઇ ચૂકી છે.

પૂ. શ્રી વૃજભૃષણ લાલજી મહારાજનું પ્રાગટય પોષ વદ ૧ર વિ.સ. ૧૯૭૬ના રોજ જુનાગઢમાં થયેલ. પુષ્ટીમાર્ગના દરેક સિદ્ધાંતોને પોતાના જીવનમાં વણીને ર૦૦૧માં જામનગર તથા નડીયાદની ગાદી વૈષ્ણવાચાર્ય તરીકે સંભાળી સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર હવેલીઓમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરતા હતા.

(11:48 am IST)