Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ઉના સરકારી હોસ્પીટલમાં અંતે બે ડોકટરોની નિમણૂક બાકીના ડોકટરો કયારે નિમાશે ? પ્રજામાં પ્રશ્ન

ઉના,તા.૧૨ : સરકારી હોસ્પીટલમાં છેલ્લા કેટલાય સમયથી ડેપ્યુટેશન વાળા ડોકટરોથી ગાડું ગબડાવાતુ હોઇ કાયમી ડોકટરોની નિમણૂંક માટે લોકોની માંગણી બાદ અવારનવાર સમાચારો પ્રસિધ્ધ થતા અંતે આ હોસ્પીટલને બે ડોકટરોની નિમણૂકો ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તરફથી થયેલ છે.

ઉના ઇન્ચાર્જ સુપ્રિ. ડો.અભાણી પાસેથી મળતી માહિતી મુજબ ઉના હોસ્પીટલમાં ડેન્ટલ તેમજ ફીજીયોથેરાપી ડોકટરોની નિમણૂંક થયેલ છે અને બંન્ને વિભાગ શરૂ કરી દેવાયેલ છે આમ જનતાને રાહત થનાર છે.

મેડીકલ ઓફીસરો, સર્જન અને એવી તમામ જગ્યાઓ ખાલી હોઇ ગુજરાત સરકારશ્રી તાકીદે ઘટતું કરે તેવી લોકલાગણી ઉભી થયેલ છે.

(11:46 am IST)