Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

સિધ્ધી સીમેન્ટ કાુ. અમદાવાદ ક્ષેત્ર દ્વારા સ્વચ્છતા સપ્તાહ ઉજવાયું

વેરાવળઃ ડાયરેકટર માઇન્સ સેફટી (અમદાવાદ ક્ષેત્ર) દ્વાાર ૮ મું મેટાલીફેરસ માઇન્સ સેફટી અને સ્વચ્છતા વીક ર૦૧૭ તથા ઇન્ડીયન બ્યુરો ઓફ માઇન્સ, ગાંધીનગર ક્ષેેત્ર દ્વારા રપમાં માઇન્સ પર્યાવરણ અને મિનરલ કન્ઝર્વેશન વીક ર૦૧૭-૧૮નું આયોજન ૩-૧-ર૦૧૮ થી ૧૧-૧-ર૦૧૮ સુધી કરવામાં આવેલ છે. જેના અંતર્ગત ઇન્સ્પેકશન ટીમ દ્વારા ગુજરાત સિધ્ધી સિમેન્ટ લીમીટેડની સિધ્ધી લાઇમ સ્ટોન માઇન્સનું ૭-૧-ર૦૧૮ ને રવિવાર રોજ ઇન્સ્પેકશન કરવામાં આવેલ. ઇન્સ્પેકશન દિવસે યોજેલ કાર્યક્રમમાં આવેલ ઇન્સ્પેકશન ટીમના સભ્યો મનીષકુમાર, જે.ડી.હરસોડા, શ્રી મયંક શ્રી વાસ્તવ, શ્રી વિજય સુમેરા તથા ગુજરાત સિધ્ધી સિમેન્ટ લીમીટેડના શ્રી દિનેશ જી.રાંદડ (પ્રેસીડેન્ટ-વકર્સ) શ્રી પ્રકાશ ધકાટે (વીપી-ટેકનીકલ) અને શ્રી રાજીવ રંજન સીંગ (ડીજીએમ-માઇન્સ) અને પ્લાન્ટના સીનીયર અધિકારીઓએ માઇન્સ સુરક્ષા માટે પોતાના વિચારો વ્યકત કર્યા હતા. આ કાર્યક્રમને અનુલક્ષીને એનકેડીએવી સ્કુલના વિદ્યાર્થીઓએ પણ પ્રસંગ અનુસાર વકતવ્ય આપેલ અને સ્વચ્છતા અભિયાન અંગે પોસ્ટર હરીફાઇ રાખેલ તેમાં પ્રથમ ત્રણ કૃતિને ઇનામ આપીને પ્રોત્સાહીત કરેલ. ઇન્સ્પેેકશન ટીમે ગુજરાત સિધ્ધી સીમેન્ટ લીમીટેડ દ્વારા સુરક્ષા તથા પર્યાવરણ માટે કરેલા કાર્યોની પ્રશંસા કરી હતી. ગુજરાત સિધ્ધી સિમેન્ટ લીમીટેડ દ્વારા તેમને ભવિષ્યમાં પણ કાર્યમાં સુરક્ષા તથા આજુબાજુના વિસ્તારના પર્યાવરણ સુધાર માટે પ્રયત્નશીલ રહેશે તેવી ખાતરી આપવામાં આવી હતી. આ પ્રસંગે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં ઇન્સ્પેકશન ટીમના સભ્યો, કંપનીના અધિકારીઓ તથા યુનીયનના પ્રતિનિધિઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

(11:45 am IST)