Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

જામજોધપુર તાલુકાના કલ્યાણપુરમાં ગ્રામ પંચાયતમાં સરપંચપદે વિજેતા

જામજોધપુર તા. ૧ર :.. તાલુકાના કલ્યાણપુર અને સોગઠી ગ્રામ પંચાયત એક જ હોય હવે અલગ-અલગ થતા ગ્રામ પંચાયતના ચૂંટણી આવેલ જેમાં સોગઠી ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થયેલ જયારે કલ્યાણપુર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી જેમાં કલ્યાણપુરમાં વોર્ડ નં. ૪ અને ૮ બીનહરીફ જાહેર થયેલ જયારે  બાકીના વીડેજા ચૂંટણી યોજાયેલ હતી.

મત ગણતરી મામલતદાર કચેરી મુકામે ચૂંટણી અધિકારી શ્રી શોભનાબેન ફળદુની ટીમ દ્વારા યોજાયેલ જેમાં કલ્યાણપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મહિલા ઉમેદવાર વાલીબેન રામજીભાઇ સોરઠીયાની ર૩૧ મતે વિજય થયો હતો. આમ ગ્રામ પંચાયતના સદસ્યો પક્ષ મોટા ભાગે  કોંગ્રેસ તરફી પેનલના વિજયી થતા કલ્યાણપુર ગ્રામ પંચાયતમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ વિજેતા થઇ હતી.

(11:44 am IST)