Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

દ્વારકા નગરજનોએ વિદેશી પતંગ બાજો સાથે માણ્યો પતંગોત્સ્વ

 દ્વારકા : ગુજરાત રાજય સરકાર આયોજીત પ્રવાસન વિભાગ અને જીલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે ગઇકાલે દ્વારકા યાત્રાધામમાં દેશ-વિદેશના પતંગ બાજોએ હેલીપેડ ગ્રાઉન્ડમાં વર્ષ ર૦૧૮ અંતર્ગત પતંગોત્સવનો પ્રારંભ થયો હતો. જીલ્લા કલેકટર ડોડીયા, જીલ્લા પોલીસવડા આનંદ રોહના અધિક કલેકટર સરવૈયા, પ્રાંત અધિકારી જાડેજા, પાલિકા પ્રમુખ નિલાબેન ઉપાધ્યાય, મેઘજીભાઇ કડાઝારતા, પરેશભાઇ ઝાપટીયા, ચંદુભાઇ બારાઇ, મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. સાંસદ પુનમબેન માડમ તરફથી પણ પતંગોત્સવને શુભેચ્છા પાઠવાઇ હતી. દ્વારકાના ઝાંઝટા ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પણ વિદેશીઓ મોજ માળતા હતાં. મેઘજીભાઇ કડાઝારમા તથા કલેકટર ડોડીયાએ રાજય સરકાર દ્વારા શરૂ થયેલા પતંગોત્સવની વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રવાસન વિભાગના દેસાઇ એ કર્યુ હતું. તસ્વીરમાં આકર્ષક પતંગો આકાશમાં લહેરાતી નજરે પડે છે. (તસ્વીર : વિનુભાઇ સામાણી દ્વારકા)

(11:43 am IST)