Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

દામનગર : કોંગ્રેસમાં વિરોધ પક્ષના નેતાપદે પરેશ ધાનાણીની વરણીને આવકાર

દામનગર, તા. ૧ર : વિધાનસભા ર૦૧૭ ચૂંટણી પૂર્ણ થયા બાદ અમરેલી જીલ્લા કોંગ્રેસ પરિવારમાં એક-ઔર યશ કલગીનું પીછુ ઉમેરાય ગયું છે.

અમરેલી જીલ્લાના કદાવર નેતા અને ભાજપ સરકારસામે લડનારા યુવા નેતા પરેશભાઇ ધાનાણીની વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે વર્ણી થતા આજ રોજ એવડા ચોકમાં લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી, રાજુભાઇ નારોડા દ્વારા અહીંના અવેડા ચોકમાં ફટાકડા ફોડી આતશબાજી કરી હતી.

ગુજરાતની પ્રજાના ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો અભરાયે ચડાવી દેવામાં આવેલ છે તેવા સંજોગોમાં આવા નીડર નેતાની નિમણૂક થતા ગુજરાતની પ્રજાએ રાહતનો શ્વાસ લીધેલ છે. ભવિષ્યમાં ગુજરાતની તમામ જાતિઓના પ્રશ્નોનું સુખદ નિરાકારણ લાવી આપનાર લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ હોદેદારોએ શુભેચ્છા પાઠવી હતી.

(11:40 am IST)