Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ભાવનગરઃ શેઠ પરિવારના બે ભાઇઓ રાષ્ટ્રીય કક્ષાની કેટ પરિક્ષામાં ઉતીર્ણ

ભાવનગર તા. ૧ર :.. ભાવનગર માટે ગૌરવની વાત છે કે ભાવનગરના બે વિદ્યાર્થી અને સગા ભાઇઓ શ્રી વિરાજ અપૂર્વભાઇ શેઠ અને ગિતાંજ અપૂર્વભાઇ શેઠ રાષ્ટ્રીય કક્ષાની સીએટી (કોમન એન્ટ્રસ ટેસ્ટ) જે આઇટીએમ અને અન્ય એમબીએ કોલેજોમાં ગ્રેજયુએશન પછી એડમીશન લેવા માટે લેવાય છે, તેમાં ૯૯.૯પ અને ૯૯.૮૬ પરશનટાઇલ સાથે ઉત્તીણ કરેલ છે. ભારતભરના ર,૩૧,૦૦૦ વિદ્યાર્થીઓમાંથી તેમણે પ્રથમ ૧૦૦ અને ર૮૦ મો ક્રમ પ્રાપ્ત  કરેલ છે.

તેમના પિતાશ્રી  અપૂર્વભાઇ ગીરીશભાઇ શેઠ, પોતે પણ એન્જીનીયરીંગમાં માસ્ટર ડીગ્રી ધરાવે છે અને  ભાવનગરની જાણીતા શેઠ કન્સ્ટ્રકશન ગ્રુપના મેનેજીંગ ડીરેકટર છે તેમજ તેમના મમ્મી શ્રી ભાવિકાબેન શેઠ પણ એન્જીનીયર છે અને બાળકોના શિક્ષણના વિષય ઉપરના પુસ્તક 'રીઝલ્ટ તમારા હાથમાં' ના લેખીકા છે.

એક જ કુટુંબમાંથી બંને બાળકોએક સાથે સીએટી માં ઉત્તીણ થયા હોઇ તે ભાવનગર માટે ગૌરવની વાત છે. (પ-ર)

(9:59 am IST)