Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ભવનાથ ઉતારા મંડળના સભ્યોએ રોપવેની મુસાફરી માણી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૧: ભવનાથ ઉતારા મંડળ દ્વારા ગિરનાર રોપ વે પ્રોજેકટની મુલાકાત લઇ મા અંબાના દર્શન કરવામાં આવ્યા, અંબાજી મંદિરના મહંત પ. પૂ. મોટા પીર બાવા શ્રી તનસુખગીરી બાપુ સાથે અંબાજી મંદિરની સગવડતાઓ તેમજ મંદિરની આસપાસની જગ્યાના વિકાસની ચર્ચા કરી સરકારમાં રજૂઆત કરવાનું નકકી કરેલ.

ઉતારા મંડળ દ્વારા ગિરનાર રોપ-વે સ્થળનું નિરીક્ષણ કરેલ વાહન પાર્કિંગ તેમજ શૌચાલયોની વ્યવસ્થા. અંબાજી મંદિર પાસે પ્રતીક્ષા ખંડ તેમજ શૌચાલયો બનાવવા. શૌચાલયની ગટરનો નિકાલ મહાદેવ સ્વરૂપ ગિરનાર પર્વતના બદલે નીચે સુધી લાવી શહેરની મુખ્ય ગટરમાં જોડવા સુરક્ષાની દ્રષ્ટિએ રોપવે ટ્રોલી નીચે નેટ બાંધવી મંદિર આસપાસ પ્લાસ્ટિક તેમજ પ્લાસ્ટિક પેકિંગ પ્રતિબંધિત હોવું જોઇએ, મંદિર આસપાસની ગંદકી દુર કરવી વગેરે બાબતો ઉતારા મંડળના ધ્યાનમાં આવે છે. જે અંગે ટુંકમાં રજુઆત કરશે.

ઉતારા મંડળના પ્રમુખ દેવાણંદભાઇ સોલંકી, મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઇ વેકરીયા, મંત્રી કાળાભાઇ સિંધલ, ગોવિંદભાઇ વેગડ, ટ્રસ્ટીશ્રી મગનભાઇ સાવલિયા, હરેશભાઇ ઠુંમર, લાલજીભાઇ અમરેલીયા તેમજ પ્રવીણભાઇ સોજીત્રા એ ગિરનાર રોપ-વે પ્રોજેકટની મુલાકાત સમયે સાથે રહ્યા હતા.

(11:41 am IST)