Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

જામજોધપુર ભાજપ દ્વારા ઢોલ-નગારા વગાડીને જીતના વધામણા

 જામજોધપુર : ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો. જેમને લઇને જામજોધપુર ભાજપ દ્વારા ઢોલ-નગારા વગાડી કાર્યકરો તેમજ લોકોને પેંડા વહેંચી મોઢા મીઠા કરાવ્યા હતા આ કાર્યક્રમમાં વાસ્મોના ડિરેકટર અમુભાઇ વૈશ્નાણી નગરપાલિકા ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ કડીવાર ઉમિયાધામ સિદસર સંગઠન પ્રમુખ કૌશિકભાઇ રાબડીયા માર્કેટીંગ યાર્ડ ડાયરેકટર જયસુખભાઇ વડાલિયા તાલુકા પંચાયત પ્રમુખ ધાનાભાઇ બેરા ભાજપ અગ્રણી હરેશભાઇ બારીયા મહામંત્રી માયાભાઇ બડીયાવદરા યુવા ભાજપ અગ્રણી ભાવેશભાઇ ખાંટ તથા યુવા ભાજપ પ્રમુખ રવિ દેલવાડીયા તથા ચેરમેન ગિરીશભાઇ ખાંટ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભારાભાઇ ગઢવી તેમજ ડાડુભાઇ ગઢવી વગેરે ઉપસ્થિત રહેલ હતા.

(11:25 am IST)