Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

દ્વારકાની ગોમતી નદી કિનારે એક ધાર્મિક ધર્મશાળાની પાછળ લુપ્ત થતી પ્રજાતિનું જાનવર કીડીખાઉ દેખાતા સ્થાનિકોમાં ગભરાહટ : તંત્રએ પાંજરે પૂરીને સુરક્ષિત જંગલમાં છોડી દીધો

દ્વારકાની પવિત્ર ગોમતી નદીના કિનારે આવેલ એક ધાર્મિક ધર્મશાળાના પાછળના ભાગે આ લુપ્ત થતી પ્રજાતિનું જાનવર કીડીખાઉ દેખાતા સ્થાનિકો ધબરાઇ ગયા હતા. અને દ્વારકા નગરપાલિકાના ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

ફાયર વિભાગના જવાનો વિધાભા, જીતુભાઇ, પ્રવિણ કાપડીએ ધટના સ્થળ પર જઇને આ જાનવરને પકડી પાંજરે પુરેલ, અને લોકોને સમજાવવા પ્રયાસ કરેલ કે આ જાનવર કીડીખાઉ છે.અને તેને સુરક્ષીત જંગલમાં છોડવામાં આવેલછે.

પવિત્ર ગોમતી નદીમાંથી એક દુર્લભ પ્રાણી કીડીખાવ(પંગોલીન) મળી આવ્યું રેસ્ક્યુંટીમ દ્વારા વન વિભાગને શોપેલ હતું કીડીખાવ નો વજન આશરે ૧૫ કિલોગ્રામ તેમજ આશરે એક મીટર જેટલી લંબાઇ ધરાવે છે કીડીખાઉંને જરૂરી મેડીકલ ચેકઅપ કરાવી ફોરેસ્ટ વિસ્તારમાં મુક્ત કરવામાં આવેલ હતુ

(11:32 pm IST)