Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

દેશમાં શંકરાચાર્યજીઓની છિનવાતી જતી સ્વતંત્રતા : ધર્મ સંસ્કૃતિના મુલ્યોની જાળવણીમાં તેનુ મહત્વ ધ્યાને નથી લેવાતું

શંકરાચાર્યજીના અવતરણ સાથે આપણી પ્રાચીન સંસ્કૃતિનું મૂળ છે તે સમજવુ જરૂરી છે, રામા અવતાર, ત્રેતા યુગ, શ્રીકૃષ્ણ અવતાર, દ્વાપર યુગ તથા ત્યારબાદ બૌદ્યા અવતાર, જૈન યુગમાં મહાવીર સ્વામી અવતાર, સત્ય અહિંસા ધર્મ જીવંત છે તેમ છતાં આપણે તેને પરિપુર્ણ સમજયા નથી

પોરબંદર તા.૧૦ : પૃથ્વીની ઉત્પતિ સાથે રેખા દોરાયેલ છે સંસ્કૃતિની. પાલકપિતા શ્રી વિષ્ણુના પ્રથમ મોહિની અવતારથી સત્વગુણ તમો ગુણના ભેદથી જોડાયેલ વહેવારીક ભાષામાં સત્યગુણ ધરાવતી વ્યકિત દેવતા અને તમોગુણ ધરાવતી વ્યકિત દૈત્યની ઓળખ આપી છે.

આ સંસ્કૃતિ આધારીત ભારતની સંસ્કૃતિ આધારસ્તંભ રહી છે અને ધર્મ નામે ઓળખ ઉભી કરી છે. મૂળભૂત આદિ શંકરાચાર્યે ચાર વર્ણ દર્શાવેલ છે તે આધારિત આપણી સંસ્કૃતિ ઉંડાણથી વિચારીએ જોઇએ તો વેદ આધારીત ગણાય છે. તે મુજબ આદિ શંકરાચાર્યે ચાર દિશામાં ચાર મઠ સ્થાપી ધર્મસંસ્કૃતિ જીવંત કરેલ. ચાર વેદ સામવેદ, યર્જુવેદ, સામવેદ, ઋગવેદ આધારિત ગણાય. ધર્મ અને સંસ્કૃતિનો જન્મ ગણાય તેમા બે ઉપનિષદ, ઉપરહણો વસ્ત્ર છે તે પર મુળભુત ધાર્મિક સંસ્કૃતિ ઉદગમ ગણી શકાય. ધર્મ અને કર્મને જીવંત રાખવા શ્રી હરિ પ્રેરણાથી ધર્મએ હાથી સ્વરૂપ ધારણ કરી પૃથ્વી પર મનુષ્ય રક્ષણ સંસ્કૃતિ સિંચન સાથે મનુષ્યની જરૂરત જણાવેલ  જેથી દેવાધિદેવ મહાદેવે પૃથ્વી પર અંશરૂપ શંકરાચાર્યે અવતરણ કર્યુ.

બાલ્યાવસ્થા ધર્મસંસ્કૃતિ સમન્વયથી ધાર્મિક ગ્રંથ રચનાઓ સંસ્કૃતિની આદર્શતા વહેતા કરવા માટે આદિશંકરાચાર્યે પૃથ્વી પરિભ્રમણ માટે માતા પાસે કરવા આજ્ઞા માંગી પરંતુ માતા આજ્ઞા આપતા ન હતા. જેથી હાથી સ્વરૂપે ધર્મ અવતાર ધારણ કર્યો જલક્રિડા કરતા બાલ્ય શંકરાચાર્યનો પગ મુખમાં લીધો શંકરાચાર્યને છોડાવવા માતાએ અથાગ પ્રયત્નો કર્યા પરંતુ હાથી શંકરાચાર્યજીનો પગ છોડે નહિ અને પોતાના તરફ ખેચે છે. આખરે લાંબી કાલકુદી બાદ શંકરાચાર્યજીએ માતાને રસ્તો દેખાડયો અને પૃથ્વીપરિભ્રમણ સન્યાસ લેવા માટે મંજુરી આપે તો હાથી પગ છોડે મુકિત આપશે. માતા કબુલ થયા પરંતુ તે પહેલા માતાએ વચન આદિ શંકરાચાર્યજી પાસેથી લીધુ પૃથ્વી પરિભ્રમણ કરતા હોય જે વિસ્તારમાં હોય ત્યાથી શંકરાચાર્યજીએ અંતિમ સંસ્કાર માટે પૃથ્વી પરિભ્રમણ છોડી આવે તો જ મંજુરી આપે.

આર્ય જે સમજુતી સાથે મંજુરી મળી હાથીએ પગ છોડી બંધન મુકત કર્યા આ વિષય આ ઘટના ઘણુ ગુઢાર્થ આપણી સંસ્કૃતિ ધર્મનું સમજાવે છે અને ભવિષ્ય રહસ્ય જોડાયેલ છે તે સમજવુ ઘણુ કઠીન છે. માત્ર આપણે શંકરાચાર્યજી જીવન બાલ્યકાળ સબંધે જ વિચારી વાંચન કરીએ છીએ. છીછરા જ્ઞાનની પ્રેરણા લઇ સંતોષ માનીએ છીએ પરંતુ પૃથ્વી પર સંસ્કૃતિ ધર્મ એવી રીતે સંકળાયેલ છે ગૃહસ્થી જીવનના ગુઢાર્થે સચવાયેલ છે. કોઇપણ અંતરાત્મા વિદ્વાન કહે છે, હું સંપુર્ણ સંસ્કૃતિ સાથે ધર્મજ્ઞાન ધરાવુ છુ તે આપણી ભારોભાર મુર્ખતા સાથે અજ્ઞાનતા ભરી છે. કોઇપણ મનુષ્ય દેહધારી પર પુર્ણ નથી.

શંકરાચાર્ય અવતરણ સાથે આપણી પ્રાચીન સંસ્કૃતિ ઉદભવ મૂળ છે તે સમજવુ જરૂરી છે. તે સમજવા રામાવતાર, ત્રેતાયુગ, શ્રીકૃષ્ણ અવતાર, દ્વાપર યુગ તરફ ત્યારબાદ બૌધા અવતાર જે તેમા મહાવીર સ્વામી અવતાર સત્ય અહિંસા ધર્મ જીવંત છે તેમ આપણે તેને પરિપુર્ણ સમજયા નથી.

આપણી ભારતીય સંસ્કૃતિમાં બૌધ્ધા અવતારનું પ્રાધાન્ય મહત્વ પુર્ણ પાયો ગણાય છે તે આધારે આપણી રાજનીતી બંધારણ સંસ્કૃતિ પાયો ગણેલ છે. સરકારશ્રીની તમામ કચેરીમાં રાજચિન્હ તેમજ સરકારીકર્મીના મસ્તક પર રાજચિન્હ ધરાવતુ ધાતુચિન્હમાં એકસુત્ર વાંચવા મળશે ખુશ પણ વાંચીને થયુ સુત્ર છે 'સત્યમેવ જયતે' પરંતુ સુત્ર સુવર્ણ અને ચાંદીના ચળકાટ જેવુ નથી. કારણ સ્પષ્ટ જગ જાહેર છે.

આવી જ રીતે આપણી સંસ્કૃતિ ધર્મમાં મહત્વપુર્ણ સ્થાન ધરાવતા મહામહિમ રાષ્ટ્રપતિના સર્વોચ્ચ સ્થાન કરતા સહવિશેષ જેનુ વર્ણન થઇ શકશે નહિ તેવુ મહત્વપુર્ણ સ્થાન ધર્મસંસ્કૃતિનું રક્ષણ કરી જીવંત રાખનાર જગતગુરૂ શંકરાચાર્યજી આદર્શતા સાથે સચવાયેલ છે. રાષ્ટ્રપતિ મહામહિમ કરતા સહવિશેષ આદર્શેલા સાર્વ ભૌમત્વનું શિરછત્ર રહેલ છે. વિશ્વના પૃથ્વી પર હૈયાત ધર્મના ધુરંધર ધર્માચાર્યો આદિ કે વર્તમાન શંકરાચાર્યની અવગણના કરી શકતા નથી. પશ્ચિમ દેશોના પણ ધુરંધર ધર્માચાર્યો સ્વીકૃતિ આપેલ છે જયારે આપણા દેશ ભારતમાં વર્તમાન સ્થિતિમાં શંકરાચાર્યની આદર્શતા કેટલી? સરકાર વીઆઇપી કેટેગરી આપી ફરજમુકત બની જવાબદારી મુકત બનતી નથી. સરકારની આ રીત રસમ શરમથી માથુ ઝુકાવી દયે છે. જગતગુરૂ શ્રી શંકરાચાર્યજી આપણી વચ્ચે હૈયાત છે ધર્મ સંસ્કૃતિના રક્ષક ધર્મસંસ્કૃતિનુ રક્ષણ કરે છે!

આજે જુઓ પરિવર્તન પરિવર્તન થઇ રહ્યુ છે. આપણે આપણો ફરજ સાથે રાજધર્મ ચુકયા છે. ચુકતા જઇએ ધીમે ધીમે પ્રજાસતાક રાજય ખતમ થઇ રહ્યુ છે. સરકારનો તમામ સ્થળે કળીયુગી પ્રભાવ રહેતો. બંધારણની ગરિમા પણ ઘસાતી જાય છે.

માનવઅધિકાર પંચ તેમની મર્યાદા પણ ક્ષિણ થતી જણાય છે. માનવ અધિકાર પણ લોકોની શ્રધ્ધા સાથે વિશ્વાસ હણતો જાય છે. કોઇ પ્રભાવ વગરનું પંચ જયા પ્રાંત સ્મરણ્ય વિશ્વવંદનીય ધર્મસ્થ અને સંસ્કૃતિસ્થંભ ગણાતા આદિ શંકરાચાર્ય સ્થાપીત ચાર ગાદી ઘોષિત ધર્મસ્થ સંસ્કૃતિરક્ષક વર્તમાન હૈયાત ચારે દિશાના વંદનીય છે. હાંસીયામાં ધકેલાય ગયા છે વધુ ધકેલતા જશે શુ? દંભી ધર્માચાર્યો આગળ આવી રહ્યા છે. રાજકારણમાં પ્રવેશ થઇ ચુકયો છે.

ભારતમાં વિશ્વમાં કુલ ૧૩૮ ધર્મો નાનામોટા હૈયાત કાર્યરત રહે છે. દરેક ધર્મ પોતાની સંસ્કૃતિ પ્રમાણે તેમના દેશ સાથે સંકળાયેલો છે. જયારે ભારત સમગ્ર વિશ્વનો એક એવો દેશ છે કે જે તમામ દેશના ધર્મોની સંસ્કૃતિથી સચવાયેલ છે અને ભેદભાવ વિના ધર્મ અહી પાડવામાં આવે છે. વિશ્વની વસ્તી પણ મોટા શહેરમાં જોવા મળશે હવે તો નાના શહેરોમાં જોવા મળે છે. ભારતે પોતાના બંધારણ તમામ ધર્મના લોકોને જે ભારતમાં રહેતો હોય તેમને પાડવાની સંપુર્ણ છુટ આપી છે તે રીતે ધર્મ પાડવામાં પણ આવે છે. ન્યાય અદાલત  તેમનુ કાર્ય કરે છે.  સ્વતંત્રતા વિશ્વના અન્ય કોઇ દેશમાં નથી. જયારે આદિ વર્તમાન શ્રીમદ જગતગુરૂ શંકરાચાર્ય પર વધતે ઓછે અંશે અન્ય વિશ્વના ધર્મ સબંધે જાણકારી નિપુણતા ધરાવે છે. સમયોચિત માર્ગદર્શન પણ આપી રક્ષણ કરે છે.

હેમેન્દ્રકુમાર પારેખ

પોરબંદર

ફોન.(૦૨૮૬) ૨૨૪૨૭૯૪

(11:57 am IST)