Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

જામનગરની જિલ્લા જેલમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર વેળાએ ભાવુક દ્રશ્યો પણ સર્જાયા

જામનગર::જામનગરની જિલ્લા જેલમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે કેદીઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જિંદગીના અવતાર ચડાવ વચ્ચે સંજોગો વસાત ગુનામાં જેલવાસ ભોગવી રહેલા ભાઈઓને તેની બહેનોએ રાખડી બાંધી તેમના લાંબા આયુષ્ય તેમ જ સારી સજ્જન જિંદગીની આશા સાથે ભગવાનને પ્રાર્થના કરી હતી. જેલની અંદર રક્ષાબંધન વેળાએ ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા. (અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(1:44 pm IST)