Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

દામનગરમાં શ્રી કુંભનાથ મહાદેવની પાલખી યાત્રા યોજાઇ

 દામનગર : સમસ્‍ત શહેર આયોજિત શ્રી વેજનાથ મહાદેવથી શ્રી કુંભનાથ મહાદેવ મંદિર જતી ભવ્‍ય પાલખી યાત્રામાં હજારો શ્રધ્‍ધાળુ ભાવિકો જોડાયા. વેજનાથ મહાદેવ મંદિરથી બપોરે પ્રસ્‍થાન થયેલ પાલખી યાત્રા સરદાર ચોક ખાતે મોટા પીરની દરગાહ પર ચાદર ચડાવી, પળષ્ટિયમાર્ગી હવેલી ખાતે ભગવાન શ્રીકળષ્‍ણ મેળાપ કરી, મુખ્‍ય બજારમાં પ્રવેશી રસ્‍તામાં આવતા દરેક ધર્મ સ્‍થાનો લાડનશા પીર ચાદર ચડાવી, રામજીમંદિર પુષ્‍પહાર કરી, શ્રી રોકડીયા હનુમાનજી મંદિર, ખોડિયાર ચોક ખોડિયાર માતાજી પુષ્‍પહાર કરી, મુખ્‍ય બજારોમાં શ્રી કુંભનાથ મહાદેવ સેવક સમુદાય દ્વારા ભોળાનાથના પ્રિય ગણ દેવોની વેશભૂષા સાથે ભવ્‍ય પાલખી યાત્રા મોટા બસ સ્‍ટેન્‍ડ તરફ જતા રોડ રસ્‍તાની બંને તરફ માનવ મેદની શંખનાદ અને ડમરુની ધ્‍વનિ સાથે એક કીમી જેટલી લાંબી પાલખી યાત્રા યોજાઇ. શ્રી કુંભનાથ મહાદેવના દર્શન માટે કતારબંધ ભાવિકો કલાકો સુધી ખડેપગે રહ્યા. રાષ્‍ટ્રીય ધ્‍વજ ત્રિરંગા અને વિવિધ ધર્મ ધ્‍વજ અને પ્રતીકો સાથે ભોળાનાથે નગરચર્યા કરી  કોમી એકતાના દર્શન થયા હતા. અઢારે આલમની ઉપસ્‍થિતિ ઠેર ઠેર ચા શરબત પ્રસાદ અલ્‍પહારના વિવિધ સમાજ દ્વારા સેવા સ્‍ટોલ સામાજિક સંવાદિતાના દર્શનીય નજારા સાથે ઓમ ગ્રુપના બ્રહ્મકુમાર દ્વારા વૈદિક મંત્રોચ્‍ચાર અને હરહર મહાદેવના ગગન ભેદી નાદ કરતી ભવ્‍ય અને દિવ્‍ય પાલખી યાત્રા શ્રી કુંભનાથ મંદિરે પહોંચતા શ્રધ્‍ધાળુ ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્‍યું  હતું. ધ્‍વજારોહણ સાથે મહા આરતી મહાપ્રસાદની વ્‍યવસ્‍થા દાતાના સહયોગથી થઇ હતી. જેનો પાંચ હજારથી વધુ ભાવિકોએ મહાપ્રસાદ ફરાળનો લાભ મેળવ્‍યો. સમસ્‍ત કુંભનાથ મહાદેવ સેવક સમુદાય ઓમ ગ્રુપના યુવાનો સ્‍વયં સેવકોની અદભુત સેવા જોવા મળી. પાલખી યાત્રાના રૂપ ઉપર સ્‍થાનિક પીએસઆઈ છોવાળા સહિત ૬૦થી વધુ પોલીસ સ્‍ટાફ જીઆરડી જવાનો સતત ખડે પગે રહ્યા. પાલખી યાત્રાના રૂટ પર ઠેર ઠેર દર્શનાર્થીઓ રોડ રસ્‍તાની બંને બાજુ લાઈનબદ્ધ દાદાના દર્શન કર્યા હતા. પાલખી યાત્રાને ભવ્‍ય સફળતા મળી. સમગ્ર શહેર બપોર પછી સજ્જડ બંધ રહી પાલખી યાત્રામાં જોડાયું હતું.(તસ્‍વીર-અહેવાલ : વિમલ ઠાકર દામનગર)

(1:04 pm IST)