Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

લીંબડી તાલુકા કોંગ્રેસ દ્વારા તિરંગા યાત્રા

 વઢવાણ : તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા લીંબડી શહેરમાં ભવ્‍ય ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જે યાત્રા  શહેરનાં મુખ્‍ય રસ્‍તાં પર નિકળી હતી. જેમાં દસાડા પાટડીનાં ધારાસભ્‍ય નૌશાદ ભાઈ સોલંકી, સુરેન્‍દ્રનગર જીલ્લાં કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, લીંબડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ  લગધીરસિંહ રાણા, લીંબડી તાલુકા પંચાયતનાં માજી પ્રમુખ કનકસિંહ ઝાલા, અનિલભાઈ સિંગલ, પુંજાભાઈ ચાવડા, વગેરે કોંગ્રેસનાં આગેવાનો કાર્યકરો ઉપસ્‍થિત રહ્યાં હતાં.(તસ્‍વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ વઢવાણ)

(1:02 pm IST)