Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ઉનાઃ ઝાડની ડાળી સાથે દોરડું બાંધીને યુવાનનો આપઘાત

ઉના,તા. ૧૧: તાલુકાના એલમપુર ગામે રહેતો ગોરધનભાઇ કરશનભાઇ શીયાળ (ઉવ.૩૦) પોતાના ખેતરના સેઢે જઇ કોઇ અગમ્‍ય કારણસર જીંદગીથી કંટાળી જઇ લીમડાના ઝાડની ડાળીએ દોરડું બાંધી ગળાફાંસો ખાઇ લટીક જતા તેનું મૃત્‍યુ થયેલ છે.

મરનાર યુવાનની જાણ તેના પરિવારને જાણ કરાતા યુવાનને ઝાડ ઉપરથી ઉતારી દવાખાને લાવતા ડોકટરે મૃત જાહેર કર્યાનું કરશનભાઇ ભીખાભાઇ શીયાળ રહે. એલમપુર વાળાએ પોલીસમાં જાહેર કર્યું છે. પોલીસે અકસ્‍માતે મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

(11:02 am IST)