Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

વાંકાનેર નાગાબાવાની જગ્‍યાનો મેળોઃ અગિયાર લાખ પાંચ હજારમાં જાહેર હરરાજી થઇ

પાલીકાના સભ્‍યોએ ઠરાવ કરી ૨,૫૫,૦૦૦ હજાર જ વેંચેલ

(ભાટી એન દ્વારા) વાંકાનેર,તા. ૧૧ : નગરપાલીકા દ્વારા પ્રતિ વર્ષ અરજીના આધારે ઠરાવ કરી બેઠા ભાણે મેળો આપવામાં આવતો હતો...! જેથી તા. ૩૦/૭/૨૨ના ઠરાવથી મારકિટ ચોક ગણપતિ સમિતિના સંચાલકની અરજી ધ્‍યાને લઇને પાલિકાના ચૂંટાયેલી પાંખે ઠરાવ કરી બે લાખા પંચાવન હજારમાં જ ફકત આપી દેતા આ અંગે વિવાદ થતા ને ત્‍યાં ચાલુ બોડીનો અણધડ -અણઆવડતને ધ્‍યાને લઇ નગરપાલીકાને સુપરસીડ કરતા વહિવટદાર તરીકે મામલતદાર વાંકાનેરને ચાર્જ આપવામાં આવતા તેમણે નાગાબાવાની જગ્‍યામાં તા. ૧૮/૮/૨૦૨૨થી તા. ૨૨/૮/૨૨ સુધી પાંચ દિવસ સાતમ, આઠમ, નોમ, દશમ, અગિયારસ સુધીનો મેળો. અગાવ આપેલ સમિતિને રદ કરી જાહેર હરરાજી  કરી પાલીકાને વધુ રુપિયા મળે તેવા હેતુથી વાંકાનેર શહેરમાં માઇક ફેરવી જાહેર હરરાજી તા. ૧૦/૮/૨૨ના કરતા એડવાન્‍સ ડિપોઝીટ ભરી બોલી બોલવા ૧૧ વ્‍યકિતએ રસ દાખવતા અપસેટ પ્રાઇઝ બે લાખ પંચાવન હજારથી બોલીનો પ્રારંભ કરેલ.

વાંકાનેરના ઇતિહાસમાં આવી જાહેર હરરાજીથી મેળો કદાચ પ્રથમવાર બોલી બોલવામાં આવતા ૧૭ રાઉન્‍ડ બોલી બોલતા લાસ્‍ટમાં અગિયાર લાખ પાંચ હજારમાં જનકસિંહ પ્રવિણસિંહ ઝાલાએ મેળો પોતાને મળતા પાલિકાને અગાવ સમિતિને ઠરાવ કરી આપેલ તેના કરતા આઠ લાખ પચાસ હજાર જેવી માતબર રકમ વાંકાનેર નગરપાલિકાને વધુ મળેલ છે.

જાહેર હરરાજી નિહાળવા લોક ઉમટયા હતા તે અગાઉના પાલીકાના સત્તાધીશો એટલે  પબ્‍લીકના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાલિકાને કેટલી ખોટ આપતા હતા તે ચર્ચાનો વિષય બન્‍યો હતો.

સરકારી તંત્રનો વહિવટ પારદર્શક બધાને ગમ્‍યો હતો ને પાલિકાની હિતની દુહાઇ આપનારા કેટલુ નુકશાન કરતા હતા તેનું જાહેરમાં સ્‍પષ્‍ટ દેખાય આવ્‍યુ હતું. ખરેખર પાલીકાના હિતની આવી રીતે ખેંવના કરે તો વધુ રકમ પાલિકાને મળે તેનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડેલ.

(11:00 am IST)