Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

લખપતમાં પોણા બે ઇંચ : હળવા ઝાપટાં યથાવત

કોડીનાર, ખંભાળીયા, તાલાળા, કેશોદમાં પોણોઃ વિસાવદર, વેરાવળ, અબડાસા, વાંકાનેર, સુત્રાપાડા, જામજોધપુર, માળીયા (મિ.), કલ્‍યાણપુરમાં ૦ાા ઇંચ વરસાદ

રાજકોટ,તા. ૧૧ : છેલ્લા કેટલાય દિવસથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ત્‍યારે દરરોજ કયાંક ને કયાંક હળવા ઝાપટા વરસી જાય છે. આજે સવારે રાજકોટમાં પણ સારૂ એવું ઝાપટું વરસી જતા રસ્‍તા ઉપર પાણી પાણી થઇ ગયેલ હતું.

છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ લખપતમાં પોણા બે ઇંચ પાણી પડી ગયું છે. જ્‍યારે અંદાંજે પડેલ વરસાદ આજે સવારે ૮ વાગ્‍યા સુધીનો નીચે મુજબ છે.

ગોહિલવાડ

શિહોર         ૩ મીમી

મહુવા         ૩ ''

કચ્‍છ

અબડાસા      ૧૩ મીમી

લખપત       ૪૩ ''

દેવભૂમિ દ્વારકા

કલ્‍યાણપુર     ૧૨ મીમી

ખાંભળીયા     ૧૯ ''

ભાણવડ       ૦૧ ''

ગીર

કોડીનાર       ૨૦ મીમી

ગીરગઢડા     ૦૯ ''

તાલાળા       ૧૯ ''

વેરાવળ       ૧૪ ''

સુત્રાપાડા      ૧૧ ''

હાલાર

જામજોધપુર   ૧૦ મીમી

સોરઠ

કેશોદ         ૧૭ મીમી

મેંદરડા        ૦૪ ''

માળીયા       ૧૦ ''

વિસાવદર     ૧૫ ''

મોરબી જીલ્લો

વાંકાનેર       ૧૩ મીમી

હળવદ        ૦૨ ''

(10:29 am IST)