Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

તલાટીઓની હડતાલથી મોરબી અને માળીયાના ગ્રામજનો ત્રસ્ત, સરપંચ એસો. દ્વારા CM અને જિલ્લા કલેક્ટરને રજૂઆત.

મોરબી : ગુજરાતમાં છેલ્લા 8 દિવસથી રાજ્યભરના તલાટીમંત્રીઓ  પોતાની પડતર માંગને લઈને હડતાલ પર ઉતર્યા છે. જેના કારણે ગ્રામજનોની આનુષંગિક કામગીરી ખોરંભે ચઢી છે. આ મુદ્દે મોરબી અને માળીયાના સરપંચોએ CM પટેલ અને જિલ્લા કલેક્ટર અને ડીડીઓને પોટની આ સમસ્યાના નિરાકરણ કાયમી નિવારણ કરી હડતાલનો સકારત્મક અંત લાવવાની લેખીતમાં રજુઆત કરી છે.

જેમાં મોરબી, મળિયા અને અન્ય તાલુકાના સરપંચની સંયુક્ત યાદીમાં જણાવ્યા અનુસાર, ગ્રામ પંચાયતનો આધાર સ્તંભ સમાન એકમાત્ર કર્મચારી એવો તલાટી કમ મંત્રી ગત તારીખ 24/7/22થી અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે. જેના કારણે ગ્રામ પંચાયતના રોજિંદા વ્યવહારો અને વિકાસકામો અટકેલા પડ્યા છે. સાથોસાથ ગત માસના નાણાકીય બિલ ચૂકવવાના બાકી છે. જયારે પાણીવાળા, પટ્ટાવાળા, સ્ટ્રીટ લાઇટ ઓપરેટર વગેરે કર્મચારીઓ પગારથી વંચિત છે. અને સરપંચોને કફોડી પરિસ્થિતિનો સામનો કરવડો પડી રહ્યો છે. તેની સાથે  જાહેર જનતાની સેવામાં ગ્રામ પંચાયતો દ્વારા આપવાની સવલતો અટકી પડી છે જેથી ગ્રામજનો પણ વિષમ પરિસ્થિતિમાંથી પસાર રહ્યા રહ્યા છે. અને આયુષમાન કાર્ડ, માં અમૃતમ કાર્ડ કઢાવવા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
જેથી આ હડતાલનું નિરાકરણ લાવીને ગ્રામજનોને પડતી હાલાકી દૂર કરવા માટે મોરબી તેમજ માળીયા તાલુકાના અલગ અલગ ગામના સરપંચ દ્વારા આજે મોરબી જિલ્લા કલેકટર તેમજ ડીડીઓને રજુઆત કરવામાં આવી હતી અને હજુ આ હડતાલ આમ જ યથાવત રહેશે તો લોકોની હાલત કફોડી બનશે અને જો યોગ્ય નિરાકરણ નહિ આવે તો સરપંચો દ્વારા પણ આગળના સમયમાં કાર્યક્રમ આપવામાં આવશે તેવું આવેદન પત્રમાં જણાવામાં આવ્યું હતું.

(12:38 am IST)