Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ગીર ગઢડામાં અડધા કલાકમાં એક ઇંચ વરસાદ :ભારે વરસાદથી બજારના રસ્તા પાણીથી ભરાયા

ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

ગીર સોમનાથના ગીર ગઢડામાં વાતાવરણ પલટાતા ફક્ત અડધા કલાકની અંદર એક ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે બજારના રસ્તા પાણીથી ભરાઇ ગયા હતા. ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને રાહતનો અનુભવ થયો હતો.

(9:17 pm IST)