Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

આતંકવાદી હુમલાની ચેતવણીના પગલે દ્વારકાધીશ મંદિરમાં કડક ચેકીંગ

મંદિર સુરક્ષામાં વધારો કરાયો : થ્રી લેયર સિકયુરીટી સાથે પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયો : ડી.વાય.એસ.પી. સમીર શારડા

તસ્‍વીરમાં દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષા બંદોબસ્‍ત નજરે પડે છે. (તસ્‍વીર : અહેવાલ : દિપેશ સામાણી- ઓમ થોભાણી- દ્વારકા) (૯.૧૪)

દ્વારકા, તા. ૧૧ :  દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરે કડક બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે. આતંકવાદી હુમલાની ચેતવણીના પગલે ડી.વાય.એસ.પી. સમીર શારડાના આગેવાનીમાં કડક ચેકીંગ હાથ ધરાયું છે, અને મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે.

ગુજરાત રાજ્‍યમાં સ્‍ટેટ.આઇ.બી દ્વારા  અલકાયદા આતંકવાદી હુમલા ની ચેતવણી સંદર્ભે દ્વારકામાં થ્રી લેયર સીકયુરીટીની ગોઠવણી કરવામાં આવી છે.

 ગુજરાત રાજ્‍યમાં સ્‍ટેટ.આઇ.બી દ્વારા  અલકાયદા આતંકવાદી હુમલા ની ચેતવણી સંદર્ભે દ્વારકામાં થ્રી લેયર સીકયુરીટી ની ગોઠવણી કરવામાં આવી.બસસ્‍ટેશન, રેલવે સ્‍ટેશન , પ્રાઇવેટ વાહનો , ગોમતી ઘાટ તેમજ મંદિર અને તેની આસપાસના વિસ્‍તારોમાં પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો.આતંકવાદી સંગઠન અલકાયદાના હૂમલાની ચેતવણી સંદર્ભે મંદિર અને તેની આસપાસના વિસ્‍તારોમાં સધન ચેકીંગ કરી સુરક્ષામાં વધારો કરાયો છે તેમ ડી.વાય.એસ.પી. સમીર શારડા એ જણાવ્‍યું છે.

(4:31 pm IST)