Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

અમરેલી - સાવરકુંડલા મુસ્‍લિમ

સમાજમાં દ્વારા નુપુર શર્મા મુદે આવેદન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૧ : અમરેલી જીલ્લા સમસ્‍ત મુસ્‍લિમ  સમાજ દ્વારા કલેકટરના અધ્‍યક્ષથી તથા સાવરકુંડલા સુન્‍ની મુસ્‍લિમ જમાત દ્વારા મામલતદારના માધ્‍યમના રાજયપાલને પત્ર પાઠવીને નુપુર શર્મા તથા ઝીંદાલ સામે કાર્યવાહીને માંગ કરી છે.

રજુઆતમાં જણાવ્‍યું છે કે સરકારશ્રી તરફથી એવી કાર્યવાહી કે પગલા ભરવામાં આવે કે ભવિષ્‍યમાં કોઇપણ સમાજ, જ્ઞાતિ કે ધર્મનું અપમાન કરનાર વ્‍યકિત વિરૂધ્‍ધ કડકમાં કડક કાર્યવાહી કરી કાયમી નસીહત કરે તે હેતુથી સરકારશ્રીદ દ્વારા તાત્‍કાલીક અસરથી નુપુર શર્મા તેમજ અન્‍ય વિરૂધ્‍ધ ગુન્‍હો દાખલ કરી તેની ધરપકડ કરી કડકમાં કડક સજા મળે તેવી માંગણી કરી છે.

(1:32 pm IST)