Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહની શુભેચ્‍છા મુલાકાતે સાવરકુંડલા ઉદ્યોગપતિઓ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૧૦ ; અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની શુભેચ્‍છા મુલાકાત કરી અગત્‍ય ની ચર્ચા ઓ કરવા માં આવી હતી

 અમરેલી જિલ્લા માં જિલ્લા પોલીસ વડા તરીકે નવ નિયુક્‍ત  પોલીસ અધિકારી તરીકે યુવાન જાબાજ એવા હિમકરસિંહ ની શુભેચ્‍છા મુલાકાતે સાવરકુંડલા ડાયમંડ એસોસિએશન ના પ્રમુખ . ખોડલધામ સમાધાન પંચ ના પ્રમુખ સાવરકુંડલા લાયન્‍સ ક્‍લબ ના પ્રમુખ તેમજ શહેર ના પ્રતિષ્ઠિત વ્‍યકિત અને શહેર કોમી એકતા અને ભાઈચારાની લાગણી  જળવાય રહે તે માટે ના કર્યો માં અગ્રેસર એવા કરશનભાઇ ડોબરીયા અને અમરેલી જિલ્લા માં ડાયમંડ ક્ષેત્ર ના કિંગ અને સાવરકુંડલા ખોડલધામ સમિતિ ના પ્રમુખ ગરીબો ના બેલી દાતા દેવચનભાઈ કપોપરા એ ફૂલ પુષ્‍પ  આપી સન્‍માન કરેલ હતું. 

અમરેલી જિલ્લા માં નવનિયુક્‍ત  પોલીસ અધિકારી હિમકરસિંહ હાજર થતા ની જ સાથે અસામાજિક તત્‍વો સિધ્‍ધાં દોર થઇ ગયા અને  અમરેલી જિલ્લા માં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ ખૂબ સારી છે. અસામાજિક પ્રવળત્તિ સદંતર બંધ તેમજ  અધટીત ઘટના બને ત્‍યાં દોડી જઈ કાબુમાં લઇ લેવા ભારે પ્રયત્‍ન કરે છે અને મામલો શાંત કરી આપે છે તેવી સુંદર અને પ્રસંશનીય  કામગીરી ની કરશનભાઈ ડોબરીયા અને દેવચંદભાઈ કપોપરા એ બિરદાવી હતી ખુશી વ્‍યકત કરી હતી.

(1:30 pm IST)