Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

મોરબીમાં પીજીવીસીએલ ટીમનું ચેકિંગ : ૨૯૭ કનેક્‍શનમાં ગેરરીતી ઝડપાઈ : ૭૯ લાખનો દંડ

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૧ :  મોરબી જીલ્લામાં પીજીવીસીએલ કચેરી દ્વારા વિવિધ ટીમો બનાવી વીજ ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી જેમાં ૨૯૭ કનેક્‍શનમાં ગેરરીતી ઝડપી લઈને ૭૯ લાખનો દંડ ફટકારવામાં આવ્‍યો છે.

મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા વીજ ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી તા. ૦૬ જુનથી તા. ૧૦ જુન સુધી સતત પાંચ દિવસ સુધી જામનગર, ભુજ, અંજાર અને મોરબીની ૩૦ ટીમો બનાવી હળવદ, ચરાડવા, વાંકાનેર, મોરબી ગ્રામ્‍ય, ટંકારા અને મોરબી શહેર વિસ્‍તારમાં વીજ હેકિંગ કામગીરી કરવામાં આવી હતી

જેમાં રહેણાંકના ૨૫૭૭, કોમર્શીયલ ૧૦૬ અને ખેતીવાડીના ૧૦ મળીને કુલ ૨૬૯૩ વીજ કનેક્‍શન ચેક કરવામાં આવ્‍યા હતા જેમાં રહેણાંકના ૨૮૨, કોમર્શીયલ ૧૪ અને ખેતીવાડીના ૦૧ મળીને કુલ ૨૯૭ કનેક્‍શનમાં વીજ ચોરી ઝડપાઈ હતી જેથી ૭૯ લાખનો દંડ કરવામાં આવ્‍યો છે.

(1:23 pm IST)