Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

જુનાગઢ કલેકટરના અધ્‍યક્ષ સ્‍થાને મનપાના પદાધિકારીઓ સાથે બેઠક

 જુનાગઢ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના શાસન કાળને સફળતા પૂર્વક આઠ વર્ષ પુરા થતા તેની ઉજવણીના ભાગરૂપે આગામી તા. ૧ પના રોજ વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીઓને મળતા લાભો અંગે ટાઉન હોલ ખાતે એક કાર્યક્રમ યોજનાર છે. જેના આયોજન અંગે કલેકટરશ્રી રચિતરાજના અધ્‍યક્ષ સ્‍થાને બેઠક મળેલ જેમાં મેયર ગીતાબેન પરમાર, ડેપ્‍યુટી મેયર ગીરીશભાઇ કોટેચા, મ્‍યુ. કમિ. શ્રી રાજેશ તન્‍ના, ડી. ડી. ઓ. મિરાંત પરીખ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતાં. જે તસ્‍વીરમાં આયોજન અંગે ચર્ચા કરતા નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર મુકેશ વાઘેલા, જુનાગઢ)

 

(1:21 pm IST)