Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

વંથલી પાસે પોરબંદરનાં યુવાનને રોકી રૂા.૧૧૬૦૦ની રોકડ લૂંટ

બુલેટ સવારે તુ દારૂના ફેરા કરે છે તેમ કહી લુંટ ચલાવી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૧ : વંથલી પાસે પોરબંદરના યુવાનને એક બુલેટ સવાર શખ્‍સે રોકી તેની પાસેથી રૂા.૧૧૬૦૦ની રોકડની લુંટ ચલાવી હોવાની પોલીસમાં ફરિયાદ થઇ છે.
પોરબંદરમાં ગુરૂકુળ ગેટ વિસ્‍તારમાં રેહતો પાર્થ વિજયભાઇ નિમાવત નામનો યુવાન તા.૯ના રોજ સવારે પોરબંદરથી વિસાવદર મોટર સાયકલ ઉપર બેસીને જતો હતો. ત્‍યારે વંથલી નજીક માણાવદર રોડ ઉપર પ૯૩૦ નંબરના બુલેટ મોટર સાયકલ  સવારે પાર્થ નિમાવતને રોકી તુ દારૂના ફેરા કરે છે તને ચેક કરવો છે તેમ જણાવી પાર્થના ખિસ્‍સામાંથી રૂા.૧૧૬૦૦ની રોકડની લુંટ ચલાવી અને પિસ્‍તોલ જેવું હથિયાર બતાવી ધમકી આપીને બુલેટ ઉપર નાસી ગયો હતો.
આ અંગે યુવાનની ફરિયાદના આધારે વંથલી પીએસઆઇ વી.કે.ઉંજીયાએ તપાસ હાથ ધરી છે.

 

(1:19 pm IST)