Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

પ્રભાસ પાટણ વિસ્‍તારમાંથી ગાંજાના છોડનું વાવેતર ગીર-સોમનાથ એસ.ઓ.જી. પોલિસે પકડી પાડયુ

વેરાવળ-પ્રભાસ પાટણ,તા. ૧૧ : ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તરફથી યુવાધનને નાર્કોટીકસના રવાડે ચઢતા અટકાવવા અને ગાંજા-ચરસની બદી સદંતર નાબુદ કરવા માટે એનડીપીએસના કેસો શોધી કાઢવા આપેલ સુચના મુજબ ગીર સોમનાથ એસ.ઓ.જી. પોલીસ ઇન્‍સપેકટર એસ.એલ.વસાવા તથા પોલીસ સબ ઇન્‍સ. વી.આર. સોનારા તથા એસ.ઓ.જી. સ્‍ટાફના માણસો ગીર -સોમનાથ જીલ્લામાં ગેરકાયદેસર કેફી પર્દાથનું વેચાણ કરતા ઇસમોને શોધી કાઢવા તા. ૯-૬-૨૦૨૨ના એ.એસ.આઇ નરવણસિંહ ગોહિલ તથા ગોવિંદભાઇ વંશનાઓને ખાનગી રાહે મળેલ હકીકત આધારે અને સંયુકત બાતમી આધારે એસ.ઓ.જી. પોલીસ ઇન્‍સ. એસ.એલ.વસાવાએ ટીમ સાથે પ્રભાસ પાટણ કંસારા કાદી વિસ્‍તારમાં રહેતા નરેશ કાળાભાઇ ગઢીયા (ઉવ.૨૯)વાળાના રહેણાક મકાન રેડ કરતાં ફળીયામાં ગેરકાયદેસર રીતે વાવેલ લીલા ગાંજાનો છોડ સાત ફુટ ઉંચાઇનો કિંમત રૂપિયા ૭૬,૨૦૦ નો ઝડપી પાડી મજકુર વિરૂધ્‍ધ પો.સબ. ઇન્‍સ. વી.આર.સોનારાએ પ્રભાસ પાટણ પોલીસ સ્‍ટેશનનમાં એનડીપીએસ એકટ મુજબ ગુન્‍હો રજીસ્‍ટર કરાવેલ છે.

ઉપરોકત માદક પર્દાથ ગાંજા કેસની કામગીરીમાં એસ.ઓ.જી. પોલીસ ઇન્‍સપેકટર વસાવા, પો.સબ.ઇન્‍સ. સોનારા તથા એ.એસ.આઇ લખમણભાઇ ડી.મેતા, કેતન પી.જાદવ, નરવણસિંહ કે. ગોહિલ, વિજયભાઇ એ.બોરખતરીયા તથા ગોવિંદભાઇ વંશ, ઇબ્રાહીમશા બાનવા, મુકેશ ટાંક તથા પોલીસ હેડ કોન્‍સ. સુભાષભાઇ ચાવડા, કમલેશ પીઠીયા તથા પો.કોન્‍સ. મેહુલસિંહ પરમાર તથા ડ્રાઇવર કોન્‍સ. નારણ ચાવડા, એફ.એસ.એલ. અધિકારી ડી.ડી.બકરાણીસા સમગ્ર કામગીરીમાં મદદરૂપ રહેલ હતા.

(12:25 pm IST)