Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

કોટડાસાંગાણીના ભાડૂઇ અને જેતપુરના દેવકીગાલોળમાં જૂગાર રમતા ૧૭ પકડાયા

ભીમ અગિયારસે જૂગારના પાટલા માંડયા પણ પોલીસની ઝપટે ચડી ગયા

રાજકોટ તા. ૧૧ :.. જીલ્લામાં કોટડાસાંગાણીના ભાડુઇ અને જેતપુરના દેવકીગાલોળ ગામે ગઇકાલે ભીમ અગીયારસે જૂગારના પાટલા માંડનાર ૧૭ શખ્‍સો પોલીસની ઝપટે ચડી ગયા હતાં.

પ્રથમ દરોડામાં કોટડાસાંગાણીના ભાડુઇ ગામે શૈલેષભાઇ ડાયાભાઇ સાકરીયાની વાડી પાછળ આવેલ ભાડૂઇ નદીના પટ્ટમાં જાહેરમાં જૂગાર રમતો હોવાની બાતમી મળતા કોટડાસાંગાણીના હેડ કો. મનોજભાઇ કટેશીયા સહિતના સ્‍ટાફે રેઇડ કરી જૂગાર રમતા ધર્મેશ અતુલભાઇ બાલધા રહે. શ્રીનાથજી સોસાયટી શાપર-વેરાવળ, શૈલેષ ડાયાભાઇ સાકરીયા રહે. ભાડૂઇ, ભરત નરસિંહભાઇ મેવાસીયા રહે. ભાડુઇ, વિજય રણજીતભાઇ સગર, રહે. ભાડૂઇ, તથા સાહીલ નરેન્‍દ્રભાઇ ભીમાણી રહે. રાજકોટ અંબીકા ટાઉનશીપ નાના મૌવા રોડને રોકડા રૂા. ૩૪,૪૭૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બીજા દરોડોમાં જેતપુરના દુર દેવકીગાલોળ ગામે જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી મળતા તાલુકાના પો. કો. રાજૂભાઇ મકવાણા સહિતના સ્‍ટાફે રેઇડ કરી જૂગાર રમતા નવનીત વજૂભાઇ જાની રે. દેવકીગાલોળ, મહેશ પ્રેમજીભાઇ વેગડા રે. રેશમડીગાલોળ, વિપુલ બાબુભાઇ બગડા, રે. દેવકીગાલોળ, વિમલ વિનોદભાઇ જાદવ રે. દેવકીગાલોળ, રમેશ હંસરાજભાઇ વિસાવેલીયા રે. દેવકીગાલોળ, પંકજ કાળુભાઇ સતાસીયા રે. દેવકીગાલોળ તથા બાબુ ભીખાભાઇ બગડા રે. દેવકીગાલોળ ને રોકડા રૂા. ર૪૩પ૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં

(12:24 pm IST)