Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

નવાગામ : આંગણવાડી ભરતીમાં હજારો બહેનોને હેલ્‍પરમાંથી કાર્યકર નિમણુક હક માટે અન્‍યાય : કાર્યકર ભરતી રદ કરવા માંગણી

નવાગામ,તા. ૧૧: સંસ્‍થાના આગેવાન મહેશભાઈ વાળાની યાદી આંગણવાડી શાખા આપના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની સ્ત્રીને સ્‍વાલંબી બનાવા માટેની સર્વશ્રેષ્ઠ આંગણવાડી પુરુસ્‍કૃત યોજના છે. આ યોજના ગુજરાતમા માર્ચ ૨૦૨૨ આંગણવાડી ભરતી મા હેલ્‍પર બહેનોની ન્‍યાય માટે રજુઆત કરેલ છતાં સરકારે ધ્‍યાન લીધેલ નથી ઉપરાંત વધુ સિનિયોરિટી નિયમમાં ધ્‍યાનમાં લીધા વગર ભરતી કરી દીધી ગુજરાતમાં હજારો હેલ્‍પરના જે કેન્‍દ્રમાં કાર્યકરની ભરતી હોય તેવા કેન્‍દ્રમાં હેલ્‍પર બહેનોને હેલ્‍પરમાંથી કાર્યકરનો હક જે મળવાનો હતો તે સરકારના નિયમે છીનવી લીધો વગર વિચાર્યે ભરતીનો નિયમᅠ સરકારે બનાવેલ. તેને કારણે ગુજરાતમાં હેલ્‍પર બહેનોને કાર્યકરનો હક મળેલ નથી હવે હક એકજ વાર આંગણવાડી કેન્‍દ્રમાં મળે છે જયારે કેન્‍દ્રની કાર્યકર નિવૃત થાય ત્‍યારેજ મળે છે. આવા નિયમો ભરતી કારણે હવેકયારેય કાર્યકર હક મળે નહીં તેમજ કાર્યકર વધુ પગાર મળેછે તેમની આર્થિક પરિસ્‍થતી વધુ સારી રીતે મોંઘવારીમાં જીવન સહાય થાત પણ નિયમ કારણે તે પણ છીનવાઈ ગઈ અને હવે હેલ્‍પર નિવૃત થાય ત્‍યાં સુધી હેલ્‍પરને હેલ્‍પર માજ નોકરી કરવાની રહેશે તો હવે સરકાર જે આ ૨૦૨૨ ભરતી હેલ્‍પર બહેનોને ન્‍યાય અપાવી શકેલ નથી તાત્‍કાલિક ગુજરાતની બહેનો નેᅠ ન્‍યાય મળે તે માટે ૨૦૨૨ ભરતીમા ગુજરાત આ તમામ કાર્યકરની ભરતી બંધ રાખી તપાસ કરીને અરજન્‍ટ યોગ્‍ય કાર્યવાહી કરવા આપને વિનતી કરું છું. અને ગુજરાતના તમામ કેન્‍દ્રમા હેલ્‍પરની સિનિયોરિટી લિસ્‍ટ બનાવી અને હેલ્‍પર બહેનોની ઉ.વ મર્યાદા નિયમ રદ કરી અને વધુ સિનિનિયોરિટી પ્રાધાન્‍ય આપી અને જે હેલ્‍પર બહેનોએ ને તેના કેન્‍દ્રમાં કાર્યકર નિમણુંકની અરજી દરેક તાલુકા આઈ સી ડી એસ કરાવીને પ્રોસેસ કરી તમામ અરજી ભરતી ૨૦૨૨ કાર્યવાહી કરવા મારી સરકારને હું સંસ્‍થાના આગેવાન મહેશભાઈ વાળા આંગણવાડી ભરતી ૨૦૨૨ તરીકે ન્‍યાય માટે રજુઆત કરું છુ. તો સરકાર ન્‍યાય આપે અને ગુજરાતની તમામ હેલ્‍પર બહેનોને કેન્‍દ્રમાં કાર્યકરની નિમણુંક થઈ જાય બહેનોને ન્‍યાય મળે તેવી માંગણી છે

(11:19 am IST)