Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

મોરબીના પાટીદાર છાત્રાલયમાં અભ્યાસ કરતી કચ્છની છાત્રાનો વતન કોટડા ગામે આપઘાત: ભણવાનું ડિપ્રેશન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧

 ભુજ તાલુકાના કોટડા આથમણા ગામે રહેતી ૧૯ વર્ષીય છાત્રા પ્રિન્સી રમેશ ભોજાણીએ પોતાને ઘેર ગળે ફાંસો ખાઈ જીવ દીધો હતો. પદ્ધર પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ મુજબ તેણીના માતા પિતા વાડીએ ગયા હતા અને મોટી બહેન બહાર ગઈ હતી. ત્યારે ઘેર એકલી હોઈ પ્રિન્સીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસ મુજબ મૃતક પ્રિન્સી રમેશ ભોજાણી મોરબી મધ્યે પાટીદાર કન્યા છાત્રાલાય માં રહીને અભ્યાસ કરતી હતી. હાલ પરીક્ષા આપ્યા બાદ મૃતક પ્રિન્સી ઘણા દિવસોથી ડિપ્રેશન માં હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(9:55 am IST)