Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

આરએસએસના વરિષ્ઠ પ્રચારક અને ભાજપના પૂર્વ મહામંત્રી રામ માધવ આજે કચ્છમાં

સાંજે ભુજમાં બૌદ્ધિક ગોષ્ઠિ : સૌરાષ્ટ્ર કચ્છના આરએસએસના વરિષ્ઠ સ્વયંસેવકો, કાર્યકરો તેમ જ કચ્છના બૌદ્ધિક અગ્રણીઓ ભાગ લેશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારી મંડળના સદસ્ય, સંઘના વરિષ્ઠ પ્રચારક, ચિંતક અને ભાજપ ના પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવ આજે કચ્છ જીલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તેમની ઉપસ્થિતિમાં ભુજ મધ્યે બૌદ્ધિક ગોષ્ઠી 'સ્વતંત્રતા સે સ્વાધિનતા કી ઓર' વિષય ઉપર  રાખવામાં આવેલ છે.  આજે શનિવારે ભુજના ટાઉન હોલ મધ્યે સાંજે ૬ થી ૮ દરમ્યાન આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છના આરએસએસના વરિષ્ઠ સ્વયંસેવકો, કાર્યકરો તેમ જ કચ્છના બૌદ્ધિક અગ્રણીઓ ભાગ લેશે.

(9:49 am IST)