Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

સાંસદ વિનોદભાઇ ચાવડાના પ્રયત્નો થકી સામખિયાળી - સાંતલપુર અને સામખિયાળી - બામણબોર રોડ સીકસલેન બનાવવાની પ્રક્રિયા શરૂ

લોક માંગણી ને ધ્યાને લઈ કચ્છ - મોરબી નાં સાંસદની ભારપૂર્વક રજૂઆત ફળી

   (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧

કંડલા અને મુન્દ્રા એમ બબ્બે મહાબંદર ધરાવતા અને નાના મોટા ઉદ્યોગો સાથે ઔધોગિક હબ બની ગયેલા કચ્છ જિલ્લામાં વાહનવ્યવહાર સતત વધી રહ્યો છે. વર્તમાન સંજોગોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર આજે વિકાસ માટેનું જરૂરી અંગ છે. ત્યારે સાંસદ વિનોદ ચાવડા દ્વારા નવા રોડ માટે સતત રજૂઆતો કરાઈ હતી. કચ્છના સામખિયાળી - સાંતલપુર  વચ્ચેના ૯૧ કી.મી ના રસ્તા અને સામખિયાળી - ગરમોરે - બામણબોર વચ્ચે ૫૨ કી.મી. ના રસ્તા ને સીકસ લેન બનાવવાની લોક માંગણી ને ધ્યાને લઈ કચ્છ - મોરબી નાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાની ભારપૂર્વક રજૂઆતનાં પરિપ્રેક્ષ માં ડિટેઇલ પ્રોજેકટ રીપેર (DPR) નાં ટેન્ડર થઈ ગયેલ છે. જે જલ્દીથી એજન્સી ફીક્ષ કરી આગામી વર્ષમાં કામ શરૂ થઈ જશે. આ રોડ સીકસ લેન બની જતાં ટ્રાફિક સમસ્યા હલ થશે તેમજ આવન - જાવનનો સમય બચશે, તેમ સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યુ હતું

(9:47 am IST)