Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળ દ્વારા છેલ્લા સવા ત્રણ મહિનામાં 7 વખત ઐતિહાસિક દૂધના ખરીદ ભાવમાં વધારો કરાયો

આટલા ઓછા સમયમાં આટલો ભાવ વધારો રાજકોટ ડેરી ના ઇતિહાસમાં ક્યારેય થયેલ નથી.

 (કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળ દ્વારા છેલ્લા સવા ત્રણ મહિનામાં 7 વખત ઐતિહાસિક દૂધના ખરીદ ભાવ માં વધારો કરવામાં આવ્યો. આટલા ઓછા સમયમાં આટલો ભાવ વધારો રાજકોટ ડેરી ના ઇતિહાસમાં ક્યારેય થયેલ નથી
સવા ત્રણ મહિના પહેલા 28/02/2022 એ પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. 670 હતો જે 7 વખત ભાવ વધારો કરી 11/06/2022 થી પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ.740 કરેલ છે.
ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાના 1.5 વર્ષના કાર્યકાળમાં વિક્રમી દૂધના ખરીદ ભાવમાં વધારો, વિક્રમી નફો, દૂધ અને દૂધની બનાવટોમાં વિક્રમી વેચાણ, બચત સંલગ્ન પગલાંઓ, કરકસર ભર્યો વહીવટ, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો તથા નવા અનેક પ્રોજેકટમાં સતત કાર્યશીલતા. આ કારણોથી રાજકોટ જિલ્લા દૂધ સલંગ્ન હજારો પશુપાલકોને સીધો ફાયદો થશે અને આર્થિક હિત જળવાશે.

(8:54 pm IST)