Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

રાણાવાવના આદિત્યાણા વિસ્તારમાથી જુગારીઓના કબ્જામાથી રોકડ રૂ.૧૦,૭,૦૦૦ નો જુગાર ધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડો.રવિ મોહન સૈનીનાઓ દ્રારા જિલ્લામા દારૂ/જુગારની ગે.કા.પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા આપેલ ખાસ સુચના અન્વયે LCB PI એન.એન.રબારી ના માર્ગદર્શન હેઠળ LCB PSI.એન.એમ.ગઢવી તથા એલ.સી.બી.સ્ટાફના માણસો ઓફીસ હાજર હતા તે દરમ્યાન HC ગોવિંદભાઇ મકવાણા તથા PC દિલીપભાઇ મોઢવાડીયા નાઓને મળેલ સયુકત ચોક્કસ બાતમીના આધારે, પોરબંદર આદિત્યાણા ગામ, પંચાયત ચોક, કંટારીયા શેરીમા રહેતો આરોપી વિપુલ હેમરાજભાઇ કંટારીયા રહે.આદિત્યાણા તા.રાણાવાવ  જી.પોરબંદર વાળાએ પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપતાના પાના પૈસા વડે રોનપોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે જે હકિકત આધારે સદર જગ્યાએ રેઇડ કરતા આરોપી (૧) વિપુલ ઉર્ફે જોની હેમરાજભાઇ કંટારીયા (૨) ભીમા હિરાભાઇ મકવાણા (૩) ભુપત સવદાસભાઇ વાઢીયા (૪) ઓઘડ બાલુભાઇ ખુંટી (૫) કાના રામશીભાઇ બારડ (૬) રાજુ કારાભાઇ ચાવડા (૭) ભાવિન ઉર્ફે ભાવેશ પ્રવિણભાઇ ભુચલા (૮) રાજા જગાભાઇ ગુરગુટીયા રહે. તમામ આદિત્યાણા ગામ, તા.રાણાવાવ જી.પોરબંદરવાળાઓના કબ્જામાથી ગંજીપતા તથા રોકડા રૂા.૧,૦૭,૦૦૦ સાથે જુગાર રમતા પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢેલ છે. અને રાણાવાવ પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમા LCB PSI એન.એમ. ગઢવી, ASI બટુકભાઈ વિંઝુડા તથા HC હરેશભાઇ આહિર, કેશુભાઇ ગોરાણીયા, ગોવિંદભાઇ મકવાણા, જીણાભાઇ કટારા, PC દિલીપભાઇ મોઢવાડીયા, રવિરાજ બારડ, કરશનભાઈ મોડેદરા, લીલાભાઇ દાસા વિગેરે રોકાયેલ હતા.

(10:13 pm IST)