Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

જામનગરના ખીમાણી સણોસરામાં યુવાનની ઘાતકી હત્યા : પ્રેમ સંબંધમાં ખેત મજુર પરિવારે યુવકને મોતને ઘાટ ઉતાર્યો

ખેત મજુર પરિવારના ચાર સભ્યોએ યુવકને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યા બાદ સારવારમાં યુવકનું મોત

  જામનગરના ખીમાણી સણોસરામાં યુવાનની ઘાતકી હત્યા  થઇ છે ખેત મજુર પરિવારના ચાર સભ્યોએ યુવકને ઝાડ સાથે બાંધી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું બહાર આવ્યું છે વધુમાં  પ્રેમ સંબંધમાં ખેત મજુર પરિવારે યુવાનનું ઢીમ ઢાળ્યું હોવાનું જાણવા મળે છે  ખેત મજુર પરિવારે ઢોર માર માર્યા બાદ સારવારમાં યુવકનું મોત થયું છે

(8:12 pm IST)