Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

જામકંડોરણા કન્યા છાત્રાલય ખાતે મંત્રી જયેશ રાદડીયા ના વરદ હસ્તે 264 બેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

યુવા મંત્રી જયેશ રાદડીયાનો સંવેદનશીલ નિર્ણય,જામકંડોરણા કન્યા છાત્રાલયના બિલ્ડીંગમા ૨૬૪ બેડનુ કોવીડ કેર સેન્ટર કાર્યરત ની સાથે જ 15 કોરોના પોઝિટિવ દર્દીઓને પ્રથમ દિવસે દાખલ કરવામાં આવ્યા: જામકંડોરણા કન્યા છાત્રાલય ની બિલ્ડીંગ કોરોના પોઝિટિવ દર્દીઓને માટે ફાળવી દેતા રાજ્યમંત્રી જયેશ રાદડિયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:જામકંડોરણા કન્યા છાત્રાલય ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા ના વરદ હસ્તે 264 બેડ ધરાવતી કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું
યુવા મંત્રી જયેશ રાદડીયાનો સંવેદનશીલ નિર્ણય,જામકંડોરણા કન્યા છાત્રાલયના બિલ્ડીંગમા ૨૬૪ બેડનુ કોવીડ કેર સેન્ટર કાર્યરત કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા જણાવેલ કે હાલ ચાલી રહેલ કોરોનાની મહામારીમા જેતપુર-જામકંડોરણા તેમજ આજુબાજુના વિસ્તારના કોરોનાગ્રસ્ત લોકોને મુશ્કેલી ન પડે અને યોગ્ય સારવાર મળી રહે તે માટે “જામકંડોરણા તાલુકા લેઉઆ પટેલ કન્યા છાત્રાલય” ખાતે સંસ્થાના સંપુર્ણ હવા ઉજાસ વાળા ગાર્ડનની બાજુમાં છે  અદ્યતન બિલ્ડીંગ એટેચ ટોઈલેટની સુવિધા સાથેના 132 રૂમના 264 બેડ સાથેના બિલ્ડીંગમા રાજ્ય સરકારની મંજુરીથી આજુબાજુના વિસ્તારના કોરોના દર્દીઓને વિનામુલ્યે સારવાર મળી રહે તેવી સુવિધા ઉભી કરવામા આવેલ છે.
“કોવીડ કેર સેન્ટર” મા ડોક્ટરોની પૂરતી સુવિધા તેમજ ઓક્સિજન ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સુંદર અને સાત્વિક ઘર જેવું જ ભોજનની પણ વ્યવસ્થા તમામ દર્દીઓને મળશે બે ટાઈમ ભોજન ડેમના તો તેમજ ચા-પાણી અને ફ્રુટ તમામ વસ્તુ વિનામૂલ્યે મળશે
આ કોવિડ કેર સેન્ટરમા વિસ્તારના તમામ કોરોનાગ્રસ્ત લોકો વિનામુલ્યે સારવાર મેળવી શકશે. અને પ્રથમ દિવસે ૧૫ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ ને દાખલ કરવામાં આવ્યા છે
રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા એ જણાવ્યું કે જામકંડોરણા એટલે વિઠ્ઠલભાઈ રાદડીયાએ શરૂ કરેલી સેવા ની પરંપરા તેમના પુત્ર રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ જાળવી રાખી છે તેનો આ પુરાવો છે કે હાલમાં આ વિસ્તારની અંદર કોરોના એ માઝા મૂકી છે હોસ્પિટલોમાં ખાટલા ની જગ્યા નથી આવા સમયે લેવા પટેલ કન્યા છાત્રાલય અને અદ્યતન બિલ્ડીંગ સંડાશ બાથરૂમ વાળી સુવિધા સાથે બિલ્ડીંગ પ્રજાના હિત માટે આપી દીધી છે અને 262 જેટલા દર્દીઓ એક સાથે રહી શકે તે પ્રકારની અદ્યતન સુવિધા સાથે તમામ દર્દીઓને કોઈપણ જાતના ધર્મના કે અન્ય ભેદભાવ વગર અહીં દર્દીને દાખલ કરવામાં આવશે અને તમામ પ્રકારની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવશે તે બદલ હું જયેશભાઇ રાદડીયા નો આભાર માનું છું
આ સમયે જયેશભાઇ રાદડિયાએ કરોના પોઝિટિવ દર્દીઓ ના રૂમ માં દર્દીઓને પૂછા કરી હતી તેમજ કરુણા કેર સેન્ટરની મુલાકાત દરમિયાન કર્મચારીઓ સાથે પણ કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું
આ સમયે જિલ્લા બેંકના ડિરેક્ટર અને વિઠ્ઠલભાઈ રાદડિયા ના પુત્ર  લલીતભાઈ રાદડિયા ગોવિંદભાઈ રાણપરીયા ચીમનભાઈ પાનસુરીયા વિપુલભાઈ બાલધા કિશોરભાઈ રાઠોડ ભરતભાઈ બગડા કેયુરભાઈ બારોટ વિગેરે મુલાકાત લીધી હતી

(7:01 pm IST)