Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

જેતપુર-દ્વારકામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની મજા માણતા લોકો

દેશ-વિદેશના પતંગબાજો દ્વારા આકાશમાં અવનવી પતંગોની રંગોળી

રાજકોટ તા.૧૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મકરસંક્રાંતિ પર્વ ઉજવવા માટે થનગનાટ છવાયો છે ત્યારે આજે જેતપુર અને દ્વારકા ખાતે આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો છે જેમાં દેશ-વિદેશના પતંગ રસિકો જોડાયા છે.

આજે શહેરમાં આંતર રાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવવામાં આવેલ. ધોરાજી રોડ ખાતે આવેલ હેલીપેડ ગ્રાઉન્ડમાં સવારે ૯ કલાકેથી પતંગોત્સવનું આયોજન કરવામાં આવેલ. જેમાં દેશ-વિદેશના પતંગબાજોએ અવનવી પતંગોથી લોકોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું.આ વરસે પતંગોત્સવનું આયોજન શહેરમાં જ થયુ હોય અવનવી પતંગોને નીહાળવા અને વિદેશીઓ સાથે સેલ્ફી લેવા લોકો ઉમટી પડયા હતાં. કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ પતંગમાં પોતાનો હાથ અજમાવી મોજ માણી હતી.

(11:15 am IST)