Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

જસદણના ભડલી પાસે અકસ્‍માતમાં બોટાદના રાજસમઢીયાળાના ગોરાભાઇ ગમારાનું મોત

પુરઝડપે આવતી કારે ઉલાળતા બાઇક સામેની સાઇડમાં આવતા બાઇક સાથે અથડાયુ : લગ્ન પ્રસંગે જતા તા'ને કાળભેટી ગયોઃ અન્‍ય બાઇકમાં સ્‍વાર મહિલા સહિત બેને ઇજા

રાજકોટ તા. ૧૦ : જસદણના ભડલી પાસે અકસ્‍માતમાં બાઇક સ્‍વાર બોટાદના રાજસમઢીયાળા પ્રૌઢનું મોત નીપજયું હતું.

મળતી વિગતો મુજબ બોટાદના સમઢીયાળા ગામે રહેતા ગોરાભાઇ રામાભાઇ ગમારા (ઉ.વ.૪૯) પોતાના બાઇક નં. જી. જે. ર૩ ડીએફ ૬૧૦૬ માં આંબરડી ગામે લગ્નમાં જતા હતા ત્‍યારે જસદણના ભડલી ગામ પાસે ગઢડા રોડ ઉપર પાછળથી પુરઝડપે આવતી કાર નં. જી. જે. ૩૩ એફ રર૭૮ ના ચાલાકે ઉલાળતા ગોરાભાઇ બાઇક સાથે સામેની સાઇડમાં આવતા બાઇક નં. જી. જે.-૦૩ કે એફ. ૭પ૬૮૮ સાથે અથડાતા ગોરાભાઇને ગંભીર ઇજા થતા સારવાર અર્થે ગઢડા હોસ્‍પીટલમાં ખસેડાયેલ જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતાં. તેમજ સામેની સાઇડમાં આવતા બાઇક સ્‍વાર ભીખાભાઇ તથા ભાનુભાઇને ઇજા થતા સારવાર અર્થે હોસ્‍પીટલમાં ખસેડાયા હતાં.

આ અંગે મૃતકના ભાઇ સુખાભાઇ ગમારાની ફરીયાદ ઉપરથી જસદણ પોલીસે કાર ચાલક સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)