Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

નિકાવામાં બિમારીથી ત્રાસી વૃઘ્‍ધાનો આપઘાતઃ માવતરે જવાની ના પાડતા જામજોધપુરમાં મહિલાની આત્‍મહત્‍યા

જામનગર, તા.૧૦: કાલાવડ તાલુકાના નીકાવા ગામે રહેતા બાબુભાઈ કેશાભાઈ શીંગાળા, ઉ.વ.૭૪ એ કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, લાભુબેન બાબુભાઈ શીંગાળા, ઉ.વ.૭૦ વાળાના પગમાં કળતર તથા ઘુંટણમાં દુઃખાવાના કારણે તેઓએ પોતાના હાથે ગળાફાંસો ખાઈ મરણ ગયેલ છે.

જામજોધપુર ગામે એકસીસ બેંક રોડ, પુનમ હોટલ વાળી શેરીમાં રહેતા ચેતનભાઈ ધીરજલાલ હીરાભાઈ ચિત્રોડા, ઉ.વ.૩પ વાળા એ જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, જયોત્‍સનાબેન ઉર્ફે જોશનાબેન ચેતનભાઈ ચિત્રોડા, ઉ.વ.૩૭ વાળા ને પોતાના માવતેર આટો મારવા જવું હોય જે બાબતે તેના પતિએ બીજા દિવસે જવાનું કહેતા મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે થી ઘરમાં પડેલ ઝેરી જંતુનાશક દવા પી લેતા સારવાર દરમ્‍યાન મૃત્‍યુ પામેલ છે.

બાવળો કાઢવા બાબતે બઘડાટી

જોડીયા પોલીસ સ્‍ટેશનમાં જગદીશભાઈ ઉર્ફે ભુરો મેસુરભાઈ મકવાણા, ઉ.વ.રપ, રે. વાઘા ગામ, તા.જોડીયા વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, નરસંગભાઈ કમાભાઈ ઝાટીયા, હેમત નરસંગભાઈ ઝાટીયા સાથે ફરીયાદી જગદીશ ઉર્ફે ભુરો તથા તેના કૌટુંબીક જનોને જમીન ના સેઢા પાસે બાવળો કાઢવા બાબતે ઝઘડો થતા આરોપી નરસંગભાઈએ લોખંડના પાઈપ વડે ફરીયાદી જગદીશભાઈ ઉર્ફે ભુરા ભાઈને ડાબા હાથમા ઘા મારતા અંગુઠા પાસે ફેકચર જેવી ઈજા કરી તથા આરોપી હેમંત નરસંગભાઈ એ ફરીયાદી જગદીશભાઈ ઉર્ફે ભુરાને ઢીકાપાટુનો માર મારી  ગુનો કરેલ છે.

મોટરસાયકલ ચોરી થયાની રાવ

અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં હિતેષભાઈ રાજેશભાઈ પીત્રોડા, ઉ.વ.ર૬, રે. એમ્‍યુઝમેન્‍ટ પાર્ક, કૃષ્‍ણનગર, શકિત સોસાયટી શેરી નં.૦૩, પ્રવિણદાઢીની વાડીની બાજુમાં, જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, હિતેષભાઈ એ પોતાનું મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.૧૦-સી.એમ.-પરર૪ જેની કિંમત રૂ.૩પ૦૦૦/- વાળુ પોતાના ઘર પાસે પાર્ક કરેલ હતું કોઈ અજાણ્‍યા ચોર ઈસમે ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

યુવાને ઝેરી દવા પી જતા મોત

જામનગર : જામનગર જિલ્લાના મિયાત્રા ગામે રહેતા લાલાભાઈ ખોડાભાઈ કરમુર, ઉ.વ.ર૬ વાળા એ પંચ ભએભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કેપિન્‍ટુબેન ખોડાભાઈ કરમુર, ઉ.વ.રર વાળા કોઈપણ અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી જતા સારવારમાં લાવતા સારવાર દરમ્‍યાન મૃત્‍યુ પામેલ છે.

(11:47 am IST)