Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

કુવાડવામાં મહિલા આગેવાન દેવીકાબેન મહેતાએ ધારાસભ્‍ય સોમાણીનું કર્યુ સન્‍માન

રાજકોટ તાલુકા ભાજપ મંત્રી અને દેવી શક્‍તિ મહિલા મંડળ ગ્રામ્‍યના પ્રમુખ દેવીકાબેન મહેતાએ ધારાસભાની ચુંટણીમાં કુવાડવા વિસ્‍તારમાં સારી કામગીરી કરી હોઇ વિજેતા ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી અને આગેવાનોએ કુવાડવા ખાતે દેવીકાબેનની મુલાકાત લીધી હતી ત્‍યારે દેવીકાબેને તેમનું સન્‍માન કર્યુ હતું. ધારાસભ્‍યએ પણ તેમની કામગીરી બદલ આભાર વ્‍યક્‍ત કર્યો હતો. દેવાંગી મહેતાએ ધારાસભ્‍યને કેસરીયો ધ્‍વજ અર્પણ કરી સન્‍માન કર્યુ હતું. આ તકે જયશ્રી રામ અને ભારત માતા કી જયનો ઘોષ થયો હતો. કાળુભાઇ મહેતા પણ આ મુલાકાત વખતે હાજર રહ્યા હતાં.

 

(11:44 am IST)