Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

સુરેન્‍દ્રનગરમાં જુગાર રમતા ૩ ઝડપાયા

વઢવાણ : સુરેન્‍દ્રનગર સીટી બી ડીવીઝન પોલીસની ટીમે બાતમીના આધારે બસસ્‍ટેન્‍ડ પાસે આવેલ સ્‍વામિનારાયણ મંદિર પાછળ ભોગાવાના પટમાં દરોડો પાડતા તીનપત્તીનો જુગાર રમતા સુરેન્‍દ્રનગરનો સલીમ કાળુભાઇ ભટ્ટી, અને રતનભાઇ હસન સિદીકભાઇ કાજળીયા તથા ઇમરાન અલુભાઇ મોવર, રૂા. ૧૨,૮૦૦ની રોકડ સાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે બે મોબાઇલ રોકડ સહિત રૂા. ૧૩,૮૦૦નો મુદ્દામાલ કબ્‍જે લઇને ગુનો નોંધેલ છે.

(11:05 am IST)