Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

જામકંડોરણામાં જીતનો જશ્‍નઃ જયેશભાઇ રાદડીયાનું વિશાળ વિજય સરઘસ નીકળ્‍યું

તાલુકાભરના આગેવાનો, કાર્યકરો, યુવાનો જોડાયા

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા,તાફ ૧૦ : યુવા નેતા જયેશભાઇ રાદડીયા જંગી લીડથી વિજેતા થતાં આજે જીતનો જશ્‍ન મનાવવામાં આવ્‍યો હતો. સવારે કન્‍યા છાત્રાલયના ગેઇટ પાસેથી સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી ભવ્‍ય વિજય સરઘસ નીકળ્‍યું હતું. ડી.જે.ના સુરો તેમજ ફટાકડાની રમઝટ સાથે આ વિજય સરઘસ જામકંડોરણાના માર્ગો પર ફરી કન્‍યા છાત્રાલયના ગેઇટ પાસે પૂર્ણ થયું હતું. વિજય સરઘસમાં લોકોમાં ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. અને જયેશભાઇ રાદડીયાએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાન જીલ્‍યુ હતું. જયેશભાઇનું ઠેર ઠેર લોકો દ્વારા ફુલહારથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ વિજય સરઘસમાં રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઇ રાણપરીયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, મહામંત્રી ગૌતમભાઇ વ્‍યાસ, નાથાભાઇ  બાલધા, ખીમજીભાઇ બગડા, કરણસિંહ જાડેજા, સંજયભાઇ બોદર, હિરેનભાઇ બાલધા, પ્રતિપાલસિંહ જાડેજા, સુરેન્‍દ્રસિંહ વાળા સહિતના અનેક આગેવાનો તેમજ તાલુકાભરમાંથી સરપંચો, સહકારી આગેવાનો તેમજ કાર્યકરો અને યુવાનોએ મોટી સંખ્‍યામાં હાજરી આપી જોડાયા હતા. આ તકે ભાજપના જંગી લીડથી ધારાસભ્‍ય અને યુવા નેતા જયેશભાઇ રાદડીયાએ જંગી લીડથી જીત અપાવવા બદલ આગેવાનો, કાર્યકરો તેમજ જામકંડોરણાની જનતાનો આભાર વ્‍યકત કર્યો હતો.

(11:03 am IST)