Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

મોરબી :નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં રાષ્ટ્રીય ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવી

મોરબી :  ભારતમાં ધ્વજ દિવસ 7 ડિસેમ્બર, 1949 થી ઉજવવામાં આવે છે. જેને સ્વાતંત્ર્ય સેના ઝંડા દિવસ પણ કહેવામાં આવે છે. શહિદોના પરિવાર માટે ફંડ જમાં કરવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા આજરોજ ધ્વજદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જેવીકે ડાન્સ, દેશભક્તિ ગીત, વક્તવ્ય, યોગ વગેરે કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહપુર્વક કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં હાજર રહીને સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબએ વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

(12:53 am IST)