Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખપદે કિરીટ પટેલ શહેર પ્રમુખ પુનિત શર્માની વરણી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૦ : લાંબા સમય બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર અને જીલ્લા પ્રમુખોના નામની યાદી જાહેર કરવામાં  આવી છે.

જુનાગઢ શહેર ભાજપના પ્રમુખ તરીકે પુનિતભાઇ શર્માની નિમણુંક કરવામાં આવેલ છે તેમજ જીલ્લા ભાજપના પ્રમુખ તરીકે કિરીટભાઇ પટેલને રીપીટ કરાયા છે. જુનાગઢ શહેર ભાજપના પ્રમુખ તરીકે બ્રહ્મસમાજના અગ્રણીની પસંદગી થતા બ્રહ્મસમાજમાં ખુશી વ્યકત થઇ રહીછે.

પુનિત શર્મા શહેર ભાજપમાં પ્રમાણિકતા સાથે પાર્ટીને વફાદાર રહી સંગઠનને મજબુત બનાવવામાં મહત્વનો ફાળો રહ્યો છે. ઉપરાંત શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી શહેર ભાજપના મહામંત્રી તરીકે સેવા આપે છે. સાથોસાથ કોર્પોરેટર તરીકે ૩ ટર્મ સુધી ચુંટાય અને શાશક પક્ષના નેતા તરીકે પણ કામગીરી બજાવી ચુકયા છે.

શ્રી શર્મા બ્રહ્મસમાજની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલ છે પુનિતભાઇની શહેર ભાજપના પ્રમુખ તરીકે નિમણુંક થતા સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ છેલભાઇ જોષી તેમજ જુનાગઢ જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ શ્રી કે.ડી.પંડયા અને શહેર પ્રમુખ પ્રફુલ્લભાઇ જોષી સહિત સમાજના આગેવાનો તેમના (મો.૯૪ર૭પ ૦ર૧૪૦) ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

બીજીબાજુ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કિરીટભાઇ પટેલને જીલ્લા ભાજપ પાર્ટીને વફાદાર રહી  સંગઠનને મજબુત બનાવ્યું છે તેમજ તાજેતરમાં જુનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે ચુંટાયા છે.

કિરીટભાઇ પટેલને ફરી એક વખત જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે રીપીટ કરતા જિલ્લા ભાજપના હોદેદારો અને કાર્યકરોમાં ખુશીની લ્હેર વ્યાપી છે. અને કીરીટભાઇ પટેલને તેમના મો. ૯૮રપ૦ ૩૫૦૬૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(12:51 pm IST)