Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ધારેશ્વર ચોકડી પાસે છકડો પલટી જતા યુવાનનું મોત

ગોંડલ,તા. ૧૦: શહેરના ઘોઘાવદર રોડ પર આવેલ સરગમ પાર્કમાં રહેતા આદિલ ફારૂકભાઇ સાદીકી પોતાની છકડો રીક્ષા GJ03AT 678૧ લઈ પસાર થઈ રહ્યો હોય ત્યારે ઘોઘાવદર રોડ ધારેશ્વર ચોકડી પાસે સાઇડના ખાડામાં છકડો રીક્ષા પલ્ટી મારી જતા આદિલ ગંભીર રીતે ધવાતા પ્રાથમિક સારવાર ગોંડલ રાજકોટ આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા જયાં એક મહીનાની સારવાર બાદ તેનું મોત નીપજતા બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.

આંબરડીમાં હલણનાં મુદ્દે મોટા ભાઇને ધોકાવતો નાનો ભાઈ

તાલુકાના આંબરડી ગામે ખેતરમાં હલણનાં મુદ્દે બાજું બાજુમાં ખેતર ધરાવતાં બે સગાભાઇ ઓ વચ્ચે બબાલ સર્જાતા નાના ભાઇ એ મોટા ભાઇ પર ખરપીયા થી હુમલો કરી માર મારતાં ઘરનો મામલો પોલીસ મથકે પંહોચ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આંબરડી રહેતાં ઘનશ્યામભાઈ નાથાભાઇ બાલધા ઉ.૫૫ ને શુક્રવાર ની રાત્રે પોતાનાં ખેતરેથી ઘર તરફ જઇ રહ્યા હતાં ત્યાંરે બાજું માં ખેતર ધરાવતાં તેનાં નાના ભાઇ ઓઘવજી બાલધા એ ખેતર નાં હલણ બાબતે બોલાચાલી કરી ગાળો આપી ખરપીયા વડે હુમલો કરી જો મારા ખેતર નાં હલણ માંથી ચાલ્યો તો જાનથી મારી નાખવાની ધમકી આપતાં તાલુકા પોલીસમાં ફરીયાદ થતાં પોલીસે જાહેર નામા ભંગ સહીત ગુન્હો નોંધી પો.કો.ખાચરે તપાસ હાથ ધરી છે.

રેતીનું ભુસુ ભરવા બાબતે શ્રમીકને માર પડ્યો

તાલુકાના કમરકોટડા ગામે રવિવારનાં સવારનાં સુમારે મજુરી કામ કરતાં દેવીપુજક રોહિત મોહનભાઈ પાટડીયા ઉ.૨૦ ને વિપુલ બાબુભાઈ પાટડીયા તથાં ભુપત માવજીભાઈ ચનિયારા એ એક સંપ કરી ઢીકાપાટું નો માર મારી પાવડાં નો ઘા ફટકારતાં રોહીત ઇજાગ્રસ્ત બનતાં પોલીસ ફરીયાદ થવાં પામી હતી.

રોહીત ભાદર નદીનાં કાંઠે રેતીનું ભૂસું ભરતો હોય વિપુલ તથાં ભુપત પણ ભૂસું ભરતાં હોય જે બાબતે બોલાચાલી થતાં બનાવ બન્યો હતો.

ડૂબી જવાથી પ્રૌઢનું મોત

શહેરનાં કોટડાસાંગાણી રોડ પર આવેલ સુરેશ્રર પાર્કમાં રહેતાં પટેલ ચંદ્રિકાબેન પરશોતમભાઇ રાખોલીયા ઉ.૫૨ પોતાનાં ઘરે વહેલી સવારે છ કલાકે ભોંયતળીયા નાં પાણીના ટાંકા માં થી પાણી ભરી રહ્યા હતાં ત્યારે અકસ્માતે ટાંકામાં પડી જતાં ડુબી જવાથી તેનું મોત નીપજયું હતું.ચંદ્રિકાબેનનાં પતિ હિરા નાં વેપારી છે.સંતાન માં એક પુત્ર એક પુત્રી હોવાનું જાણવા મળેલ હતું.

(11:37 am IST)