Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

કનેસરા, રાણીંગપર અને રંજીતગઢમાં પંચાયત ઘરની ભેટ

રાજયના પાણી પુરવઠા અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ જસદણ પંથકમાં રૂ. ૬૫ લાખથી વધુના વિવિધ વિકાસકામોની ભેટ આપતા જણાવ્યું હતું કે આરોગ્ય, પીવાનું પાણી અને રોડ રસ્તાની સુવિધા ગામડે ગામડે છેવાડાના માનવી સુધી પહોંચાડવા રાજય સરકાર પ્રતિબદ્ઘ છે. આ પંથકમાં વિકાસકામોની અવિરત સરવાણી વહેતી કરવામાં આવી હોવાનું અને રાજય સરકારની એકપણ ગ્રાન્ટ વપરાયા વગર નો રહી જાય તેની તકેદારી રાખીએ તેમ જણાાવ્યું હતુ. કનેસરા, રાણી­ંગપર અને રણજીત ગઢમાં ગ્રામ પંચાયત ઘરના લોકાર્પણ પ્રંસગે તાલુકા પંચાયત સદસ્ય  મનસુખભાઇ, રામજીભાઈ, ગ્રામ પંચાયત પ્રમુખ  પ્રાગજીભાઈ કુકડીયા, સરપંચ  હસમુખભાઈ હાંડા, તાલુકા વિકાસ અધિકારી  સી.ડી. ભગોરા, મામલદાર   આઈ.જી. ઝાલા,  માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, આરોગ્ય અધિકારી શ્રી ડો. સી.કે.રામ સહીત અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

(3:14 pm IST)