Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

મોરબી-રાજકોટ હાઈવે પર બ્રિજના કામમાં ડાયવર્ઝન રીપેરીંગ કરવાની માંગ કરાઈ.

મોરબી-રાજકોટ હાઈવે ફોરલેન કામ ચાલી રહ્યું હોય જેમાં બ્રીજના કામોમાં ડાયવર્ઝનની સ્થિતિ સારી ના હોય અને રીપેરીંગની જરૂરત હોય જેથી તાત્કાલિક રીપેરીંગ માટેની માંગ કરી છે
ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી-રાજકોટ હાઈવેનું કામ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે જેમાં ઓવરબ્રિજ કામ ગોકળગતિએ ચાલતું હોય અને ડાયવર્ઝન કાઢવામાં આવ્યા હોય તે ખુબ ખરાબ હાલતમાં છે ડાયવર્ઝનમાં મોટા ખાડાઓ પડેલ છે જેથી ટ્રાફિક જામ થાય છે અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે જેથી ડાયવર્ઝનને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવા માંગ કરી છે ઉપરાંત નવો બનેલ રોડ પણ અમુક જગ્યાએથી તૂટી ગયેલ છે. જેને પણ તાત્કાલિક રીપેરીંગ કરવાની જરૂરત હોય જેથી તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.

(6:56 pm IST)