Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

મોરબી : અજયભાઈ લોરિયાના પુત્ર દેવના જન્મદિવસ પ્રસંગે ૫૧,૦૦૦ સંસ્થાને અર્પણ કરાયા.

મોરબીના યુવા અગ્રણી અજયભાઈ લોરિયાના પુત્ર દેવનો આજે જન્મદિવસ હોય જે નિમિતે સંસ્થાને ૫૧,૦૦૦ નું અનુદાન અર્પણ કરીને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.
અનેકાનેક સેવાકીય, સામાજિક કાર્યોથી જાણીતા અને મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન અજયભાઈ લોરિયાના પુત્ર દેવ લોરિયાનો જન્મ તા. ૧૦-૦૯-૨૦૧૪ ના રોજ થયો હોય આજે દેવ જીવનના ૭ વર્ષ પૂર્ણ કરીને આઠમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે લોરિયા પરિવાર દ્વારા ૫૧,૦૦૦ ની રકમ સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનને અર્પણ કરવામાં આવી હતી અને જન્મદિવસ પ્રસંગની સામાજિક જવાબદારીના વહન સાથે ઉજવણી કરાઈ હતી.

(6:49 pm IST)