Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

વિસાવદર પાસે અલ્ટો કાર પલટી ખાઇને વોંકળામાં ખાબકતા ચાલક યુવાનનું મોત

ગામમાં જ ખોડીયાર મંદિર પાસે અકસ્માત નડયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૦ :  વિસાવદર પાસેના મોણીયા ગામે અલ્ટો કાર પલટી ખાઇને પાણીના વોકળામાં ખાબકતા ચાલક યુવાનનું મૃત્યુ નીપજયુ હતુ.

આ અકસ્માતની વિગતો એવી છે કે વિસાવદર તાલુકાના મોણીયા ગામનો વિપુલ વલ્લભભાઇ કુંજડીયા (ઉ.વ.૪ર) નામનો યુવાન ગઇકાલે મોડી સાંજે તેમની જી.જે.ર૩.એ.પપ૮૩ નંબરની અલ્ટો કાર હંકારીને જતો હતો.

ત્યારે વિપુલભાઇએ તેમના ગામના બસ સ્ટેન્ડ પાસે પુરઝડપે કાર હંકારતા ખોડીયાર મંદિર પાસે કાર પલ્ટી મારી ગઇ હતી અને પાણીના વોંકળામાં ખાબકી હતી. આ પ્રમાણે સર્જાયેલા અકસ્માતમાં વિપુલ કુજડીયાનું મોત થતા ગમગીની વ્યાપી ગઇ હતી. વિશેષ તપાસ હેડ કોન્સ્ટેબલ ડી.ઓ. ચાંચીયા ચલાવીરહ યા છે.

(3:26 pm IST)