Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

રાજગોર બ્રાહ્મણ સમાજની વેવિશાળની ડિરેકટરી રામભાઇ મોકરીયા મારૂતી કુરીયરના માધ્યમથી ઘરે-ઘરે પહોંચતી કરાવશે

ભૂપતભાઇ મહેતા રાજયસભાના સાંસદની મુલાકાતે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૦ : રાજગોર બ્રાહ્મણ સમાચારના પૂર્વ તંત્રીશ્રી અને રાજગોર હેલ્પ ગૃપના સ્થાપક અને રાજગોર વેવિશાળ ગૃપ ગુજરાતના ભૂપતભાઈ મહેતા રાજ્ય સભાના સાંસદ અને મારૂતિ કુરીયર પ્રા. લિ. ના રામભાઈ મોકરીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી રાજગોર બ્રાહ્મણ હેલ્પ ગૃપ ધ્વારા આયોજિત વેવિશાળ ડીરેકટરીની કામગીરી ચાલુ છે અને રાજગોર સમાજના દીકરા અને દીકરીને ઘરે ડીરેકટરી પહોંચતી કરવા માટે રામભાઈ મોકરીયાને વાત કરી હતી અને સાંસદ રામભાઈ મોકરીયાએ મારૂતિ કુરીયર દ્વારા વિના મૂલ્યે ડીરેકટરી દરેક દીકરા અને દીકરીના વાલીને મળશે આ માટે તેમણે ૫૦,૦૦૦ ડીરેકટરીના રવાનગી ખર્ચ પેટે આજરોજ મારૂતિ કુરીયર પ્રા. લિ. માટે ડીરેકટરીના આર્થિક સહયોગ માટે અપર્ણ કરેલ છે. આ માટે રાજગોર હેલ્પ ગૃપના તમામ સભ્યો તથા તમામ એડમીન વતી ભૂપતભાઈ મહેતાને શુભેચ્છાઓ સહ અભિનંદન દેવાંગભાઈ રવિયા ભાખરવડ હાલ રાજકોટએ જણાવ્યું છે.

(3:26 pm IST)