Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

જામનગરથી સપડા જતા રસ્તા ઉપર આવેલા કેમ્પોના પડ્યા રહેલા પ્લાસ્ટિકના કચરાને પર્યાવરણ પ્રેમીઓએ એકત્ર કરી સ્વચ્છ કરવા કવાયત આદરી

જામનગર::::જામનગરથી સપડા જતા કેમ્પોના પડ્યા રહેલા પ્લાસ્ટિકના કચરાને પર્યાવરણ પ્રેમીઓએ એકત્ર કરી સ્વચ્છ કરવા કવાયત આદરી હતી. ગણેશ ચતુર્થીના પાવન પર્વે સપડા તરફ અનેક લોકો ચાલીને પદયાત્રાએ નીકળે છે ત્યારે રસ્તામાં સેવાભાવીઓ દ્વારા વિવિધ કેમ્પો રાખવામાં આવે છે. તેવા સમયે તેમને આપવામાં આવતા વરસાદ અને ઠંડા પીણાના ખાલી કચરાને રસ્તા ઉપર પડ્યો હતો તેવા સમયે જામનગરના મનીષભાઈ ત્રિવેદી અને વિશ્વાસ ઠકકર સહિતના પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ધાર્મિક લાગણી સાથે પર્યાવરણ અને સ્વચ્છતા અને સુઘડતા જળવાય તે માટે આ કચરાના નિકાલ માટે જાતે પહોંચી સફાઇ હાથ ધરી હતી.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર

(2:03 pm IST)